________________
રટણ કરે, એ સાચો સાધક નથી. જીવન સાથે સતત જીવંત રહેતા ઈશ્વરને કેટલાકે મૃત્યુની છેલ્લી પાટલીએ બેસાડી દીધો છે ! એને પરિણામે એ વ્યક્તિ વનભર ઇશ્વરની ઘોર ઉપેક્ષા કરે છે અને અંતિમ ક્ષણે એની પ્રબળ અપેક્ષા રાખે છે. આનું કારણ એ છે કે ઈશ્વર સાથેના આપણા સંબંધો પૂર્ણપણે સ્વાર્થી અથવા તો સર્વથા એકપક્ષી છે.
એ ઈશ્વરની ઉમંગભેર પૂજા કરે છે. ગીત અને વાદ્યો સાથે ભક્તિની ધૂન જગાવે છે. ભાવવિભોર બનીને એની સમક્ષ નૃત્ય કરે છે. એની આજુબાજુ ધૂપ-દીપ જલાવીને એની આરતી ઉતારે છે. પરંતુ એ ક્યારેય વિચારો નથી કે આ ઈશ્વર એને શું કહી રહ્યો છે. એ ઈશ્વરની આસપાસ ભ્રમણ કરે છે, પરંતુ ઈશ્વરના હૃદયને સ્પર્શ કરતો નથી. એ પૂજા કરે છે. પરંતુ એણે કરેલી પુજામાં નિહિત પ્રસન્નતાનો વિચાર કરતો નથી. આને પરિણામે ઘણી વાર ઈશ્વરની પૂજા માત્ર બાહ્ય ક્રિયા રૂપે સમાપ્ત થઈ જાય છે. એ ઈશ્વરના બાહ્ય રૂપ સુધી પહોંચે છે. એના આંતરરૂપની એને કોઈ ભાળ મળતી નથી.
એ જોરશોરથી ભક્તિગીતોનું ગાન કરે છે. ક્યારેક તો મંદિર કે દેરાસરમાં પોતે એકમાત્ર જ હોય એ રીતે અતિ મોંય અવાજે ગાય છે, પરંતુ એ ઈશ્વરભક્તિથી હૃદયમાં જાગેલા ઊર્ધ્વ ભાવોનો વિચાર કરતો નથી. પરમાત્માની મૂર્તિ સમય ઊછળતા આનંદ સાથે એ નૃત્ય કરે છે, પરંતુ પરમાત્માએ એના જીવનમાં સર્જેલું સંગીત એ સાંભળી શકતો નથી. ઈશ્વર તરફની આપણી રસ્તો તદ્દન એકમાર્ગી છે અને એના કેન્દ્રમાં આપણે પોતાની જાતને રાખીએ છીએ, ઈશ્વરને નહીં.
તમે તમારા પ્રેમનું પ્રાગટ્ય કરો, પરંતુ સાથે એના પ્રેમનો સ્પર્શ કરો. તમારી ભક્તિ શરતી છે, જ્યારે તમારે તો ભક્તિના માધ્યમથી એની બિનશરતી કૃપાનો અનુભવ કરવાનો છે. તમારું ચિત્ત મૂર્તિમય કે પદાર્થલી હોઈ શકે, પરંતુ એને ભજતાં ભજતાં એના નિરાકાર સ્વરૂપના અનુભવમાં ડૂબી જવાનું હોય.
સાધક એના ધર્મમય આચારની સાથોસાય ઈશ્વરના અંતરનો વિચાર કરશે. જેમ રામાયણમાં હનુમાન સદૈવ રામના હૃદયનો વિચાર કરે છે સાધકે પણ એવો હનુમાન ભાવ અંતરમાં કેળવવો જોઈશે અને એથી જ રામ એના હૃદયમાં વસે છે. ઈશ્વરને પામવાનો એકમાર્ગી પંથ છોડીને દ્વિમાર્ગી પંથનું નિર્માણ કરવું જોઈએ.
૬]òh> {{oleěh
300