________________
આપણે એના હેતુને, અર્થને કે મર્મને સમજતા નથી અને પછી એની સામે ગંભીર ફરિયાદ કરવા દોડીએ છીએ !
માણસ પહેલાં પોતે ચિત્ત અને કર્મથી કેટલાય તરંગ તુક્ક, વિચારો અને કલ્પનાના ઘોડા દોડાવે છે અને એમાં સફળ થાય તો પોતાની જાત પર અભિનંદનોની વર્ષા વરસાવે છે; નિષ્ફળ જાય તો ઈશ્વરને માથે દોષનો સઘળો ટોપલો ઓઢાડે છે, પણ વિચાર કરો કે આ ઈશ્વર માણસની બધી જ ઇચ્છાઓને સફળ કરે, તો માણસની કેવી હાલત થાય? ઈશ્વર પોતાની યોજના છોડીને માણસની સઘળી યોજનાઓને મંજૂર કરવા માંડે તો શું થાય? માણસના મનમાં તો કેવી કેવી યોજનાઓ આકાર લેતી હોય છે! માણસ પોતાના ઇષ્ટની સાથોસાથ અનિષ્ટનો પણ વિચાર કરતો હોય છે. કેટલાક દુર્યોધનો તો અન્યનું અનિષ્ટ કરવામાં રાજી થતા હોય છે, કોઈ શકુનિ રાતદિવસ વિરોધીની હત્યાના પ્રપંચો રચતો હોય છે અને કોઈ મંથરા તો વિના કારણે બીજાની તબાહીથી આનંદિત થતી હોય છે.
આમ, માનવીની આડેધડ જો સઘળી યોજનાઓ સાકાર થાય તો જગતમાં મોટી અંધાધૂંધી વ્યાપી જાય, કેટલીય અનિષ્ટ ઘટનાઓ બને, અત્યાચાર અને જોરજુલમ થાય, અને દુનિયા આખીમાં અરાજ કતાભર્યો અંધકાર ફેલાઈ જાય. આથી જ માનવીની યોજના પાર પાડવાનું કામ ઈશ્વરે પોતાની પાસે રાખ્યું છે એમાં ઘણો ઊંડો સંકેત છે. માત્ર મુશ્કેલી એટલી છે કે ઘણી વાર માનવી ઈશ્વરની આ યોજનાનું ધ્યેય સમજવામાં નિષ્ફળ જાય છે.
પરમનો સ્પર્શ ૯