________________
Jah2 Lolah ?
એમનું ઉપરછલ્લું વાચન કરીએ છીએ, પરંતુ એના મૂળમાં રહેલા પરમના સ્પર્શને જોવા-પકડવા-પામવાની કોઈ તાલાવેલી હોતી નથી. રામના જીવનની ઘટનાઓ અંકે કરીએ છીએ, પણ એમના જીવનનો ગૂઢાર્થ મેળવવા પ્રયાસ કરતા નથી. શ્રી રામની મૂર્તિને જોવાને બદલે એમના મનને ક્યારેય જોઈએ છીએ ખરા ? રામના મનમાં કેવા કેવા ભાવો અને સંચલનો જાગતાં હશે એનો ખ્યાલ કરીએ છીએ ખરા ? એમના ચિત્તમાં કેવી સ્વસ્થતા અને કેવું ગાંભીર્ય હોય છે તેનો આપણને ખ્યાલ આવે છે ખરો ?
એમણે જૈન તીર્થંકરના જીવનની વાત કરીએ. એમની જીવનગંગાની ગંગોત્રી સમાન જે એમનું મન તેમાં કેવી નિર્મળતા, કેવી સમતા અને કેવી અહિંસા હશે એને વિશે ક્યારેય વિચાર્યું છે ખરું ? આમ ઈશ્વર
હોય, પરમાત્મા હોય કે તીર્થંકર હોય, એમનું જીવન આપણને ચર્મચક્ષુથી જ ઉપલક નજરે નહીં દેખાય. એના માટે તો મહાયોગી આનંદઘનજીએ કહ્યું
છે તેમ, ‘દિવ્ય વિચારનાં નયન’ હોવાં જોઈએ. એ એવું અત્યંત રહસ્યમય જીવન હોય છે કે જેને જાણવા માટે સમર્પણપૂર્વકનો તાત્ત્વિક અભિગમ જરૂરી હોય છે. - શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષને એમના જમાનામાં અત્યંત મોહમયી નગરી - મુંબઈ નગરી “સ્મશાન જેવી' લાગી હતી. આ ઘટના
જ્યારે જાણીએ ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્તમાં કેવો વૈરાગ્ય વસતો હશે તેનો ખ્યાલ આવે છે. એમની આંતરિક ભૂમિકા સમજવા માટે મંથનમથામણ જરૂરી બને છે. આદિ કવિ નરસિંહ મહેતા સ્નાન, સંધ્યા, પૂજા વગેરેને કશું મહત્ત્વ આપતા નહોતા. વેદ, વ્યાકરણ અથવા તો પદર્શનના અભ્યાસનું પણ એમને મન મહત્ત્વ નથી. ખરું કામ તો પરબ્રહ્મને જોવાનું છે. બાકી બીજા બધા તો આપણા પ્રપંચો છે. એ કહે છે,
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાં લગી પરિબ્રહ્મ ન જોયો, ભણે નરસિંહ તત્ત્વદર્શન વિના
રત્નચિંતામણિ જન્મ ખોયો...” આમ જ્યાં સુધી ‘પરિબ્રહ્મને જોયો નથી, ત્યાં સુધી નરસિંહને ‘સાધના સર્વ જૂઠી’ લાગે છે અને મનખા-દેહ એળે ગયેલો જણાય છે. એ પરબ્રહ્મને કઈ રીતે અનુભવી શકાય ? ઈશ્વરના હેતુને પારખવા આપણે પ્રયત્ન કરીએ, પરંતુ તેને પામવા - સમજવાની ક્ષમતા આપણી પાસે છે ખરી?