________________
આપણે તો પરમાત્મા પાસે આ કે તે સતત માગ્યા કરીએ છીએ, પરંતુ આપણે ક્યારેય એ પરમના ચિત્તનો વિચાર કર્યો ખરો? આપણી ચેતનાથી એને નીરખ્યો, પરંતુ એની ચેતનાને જાણવા-પ્રમાણવાનો જેવો કરવો ઘટે એવો પ્રયાસ કર્યો છે ખરો ? એ ઈશ્વર હોય, પરમાત્મા હોય કે તીર્થંકર, એમનું ચિત્ત કેવું હશે ? એમના મનમાં કેવા કેવા ભાવો જાગતા હશે ! પરમને સ્પર્શની કેવી ઉત્કંઠા હશે ? એના માનસની ગતિ, સ્થિતિ અને પરિસ્થિતિ કેવાં હશે ?
‘શ્વેતાશ્વતર ઉપનિષદ'ના રચયિતા ઋષિએ તેને પામવાનો પ્રયાસ કર્યો છે. દ્ર, શિવ અને હર - એમ અનેક રીતે ઈશ્વરનું સ્વરૂપ સમજવાનો પુરુષાર્થ કર્યો છે. એ ઋષિએ ઈશ્વરને ક્યા રૂપે જોયા ? ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ કહે છે, ‘અંતરિક્ષમાં એકાકી વૃક્ષની જેમ તે સ્થિર ઊભો છે, તેમ છતાં આ આખું વિશ્વ તેનાથી છે.” (૩-૯) આવા ઈશ્વરને સર્વ ભૂતોનો (પ્રાણીના) અંતરાત્મા કહ્યો છે અને એમ પણ કહ્યું છે કે તે લોકોનાં દુઃખોથી Âપાતો નથી.
અંતરાત્માનું તત્ત્વ પકડવાનો આપણે કદીયે ઉપક્રમ કર્યો છે ખરો? ઈશ્વરની મનઃસૃષ્ટિ અને એમના ભાવનાવિશ્વનો વિચાર કર્યો છે ખરો? આપણે તો વારે ઘડીએ ઈશ્વરને આપણા ભાવોના સંદેશા મોકલાવતા રહીએ છીએ, પણ એના મનોભાવને વિશે સાવ અજ્ઞાત રહીએ છીએ. એથીય વધુ આપણે ધૃષ્ટતાપૂર્વક એ ઈશ્વરે શું કરવું જોઈએ તેનું એને માર્ગદર્શન આપીએ છીએ અને એમનાં જ્વન-કાર્યોનું મૂલ્યાંકન કરીએ છીએ ! પણ ખરેખર એ માટે આપણું ગજું કેટલું અને યોગ્યતા કેટલી એનો ક્યારેય વિચાર કરતા નથી.
પરમાત્માનો આપણે બાહ્ય ટ્રષ્ટિએ વિચાર કરીએ છીએ, પણ તેને માટે આપણી પાસે ભીતરી દષ્ટિ ક્યાં છે ? આપણે આપણાં બુદ્ધિ અને હૃદયથી એને જાણવાની કોશિશ કરીએ છીએ, પરંતુ એમની પ્રજ્ઞા અને એમના હૃદયનો અહેસાસ આપણી પાસે નથી. આપણે એનું વર્ણન કરીએ છીએ, જેમ કે, તીર્થંકરનું વર્ણન કરતાં એમ કહીએ કે વિપરીત ઋતુઓ એમને અનુકૂળ બની જતી અને એ ચાલતા ત્યારે માર્ગના કાંટાઓ નીચે નમી જતા, પરંતુ એની પાછળ તીર્થંકરની જ પ્રભાવશક્તિ કઈ રીતે અને પ્રેમ કરી શકતી હતી તેનો ખ્યાલ કરીએ છીએ ખરા ? આપણે શાસ્ત્રોનું મોટે ભાગે પોપટિયું ઉચ્ચારણ કરીએ છીએ, માત્ર
પરમનો સ્પર્શ ૭ |
so0