________________
20
૨૨૮ પરમનો સ્પર્શ
કે ક્ષુદ્ર છે. અઢાર દિવસના મહાભારતના યુદ્ધને અને એ પછીના દિવસે થયેલા સંહારને જોનારાએ વિચાર કરવો જોઈએ કે આનું મૂળ ક્યાં છે ? પાંડવોને પાંચ ગામ નહીં આપવાની દુર્યોધનની ક્રોધી અને અહંકારી મનોવૃત્તિએ કુટુંબ, કુળ, સેના, સ્વજનો અને વિશાળ માનવ સમુદાયનો સંહાર કરાવી નાખ્યો.
મનમાં જરા કે ઊતરીને કંધના મૂળને જોવાની જરૂર છે. પત્ની પતિ પર કે પતિ પત્ની પર ગુસ્સે થાય, ત્યારે ઘણા ગુસ્સાનું કારણ સાવ જુદું હોય છે. પત્ની કામથી કંટાળી ગઈ હોય કે પતિ પુષ્કળ કામ કરીને આવ્યો હોય અને કોઈ અણગમતાં વચનો બોલવામાં આવે, ત્યારે ગુસ્સો જાગે છે. ખૂબ પરિશ્રમ કર્યા બાદ ઘેર આવેલા પતિનું પ્રવેશદ્વારે જ પત્ની પ્રશ્નોથી સ્વાગત કરે તો ગુસ્સો આવે છે.
અન્ય વ્યક્તિના મનોભાવને સમજવાની અાક્તિ ગુસ્સાની જનક બનતી હોય છે. એવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને જીવનમાં અમુક ગમાઅણગમા હોય છે. અણગમતી વાત બને એટલે એને ગુસ્સો આવે છે. નિયમિતતામાં માનનારી વ્યક્તિ અનિયમિત વ્યક્તિઓ પ્રત્યે ગુસ્સે થતી હોય છે, સ્વચ્છતાનો આગ્રહ રાખનાર અસ્વચ્છ આદતો તરફ અકળાઈને ગુસ્સે થતો હોય છે. ગુસ્સે થવાનું એક મોટું કારણ પોતાની ભૂલનો અસ્વીકાર છે. વ્યક્તિ જો પોતાની ભૂલનો સાહજિક રીતે સ્વીકાર કરી લે, તો ગુસ્સાનાં ઘણાં કારણો દૂર થઈ જાય.
એવું નથી કે મહાન પુરુષોને ધ સતાવતો નથી. એમના જીવનમાં પણ કોઈ ઘટના ક્રોધ જગાવી જતી હોય છે, પરંતુ એ ક્રોધ ણિક હોય છે, એમની ક્ષમાવૃત્તિ મનમાં જાગતા દ્રુધને ઠારી દે છે.
R)
|_