________________
રહે છે. બીજી આગને ઉદ્દીપ્ત કરવા માટે ઘી કે લાકડાંની જરૂર પડે છે, પરંતુ ભીતરમાં જાગેલી ોધની આગ માત્ર સ્મરણથી વધુ ને વધુ પ્રજ્વલિત થતી રહે છે અને એ વ્યક્તિને વધુ ને વધુ બાળતી રહે છે.
વળી આ ક્રોધ જાગે છે ત્યારે માત્ર એક જ ભાવ વ્યક્તિના ચિત્તમાં હોતો નથી. આ ક્ષેધની સાથે એના મિત્ર તરીકે દ્વેષ આવે છે. એના સ્નેહી તરીકે ભય પધારે છે. એના સ્વજન તરીકે તિરસ્કાર વિના નિમંત્રણ હાજર થાય છે. એના પ્રિયજન તરીકે ઘમંડ અને વિવેજ્હીનતા એની પાસે આવીને રહે છે.
આમ ોધથી તમે અન્ય વ્યક્તિને દુ:ખ આપવા સાથે ઘમંડથી એના પર પ્રહાર પણ કરો છો. એમાં સામી વ્યક્તિ પ્રત્યેનાં તમારાં તિરસ્કાર અને તોછડાઈ દેખાય છે, વિવેક ત્યજીને વ્યક્તિ વારંવાર મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. એનું બહેકેલું મન એની જીભને બેફામ બનાવે છે અને એ રીતે આ ધ અનેક અનિષ્ટ સર્જે છે. “વામનપુરાણમાં કહ્યું છે કે :
'क्रोधः प्राणहरः शत्रु क्रोधोऽमितमुखो रिपुः करोधोऽसि:महातीक्ष्णः सर्वं क्रोधोऽपकर्षति तपते यतते चैव चव्ब दानं प्रयत्छति क्रोधेन सर्व हरति तस्मात् क्रोधं विवर्जयेत ।'
“ોધ પ્રાણનાશક શત્રુ છે. અનેક મુખધારી દુશ્મન છે, તલવારની તીક્ષ્ણ ધાર છે. ક્રોધ સર્વહારક છે, મનુષ્યનાં તપ, સંયમ અને દાન વગેરે ક્ષેધને કારણે નષ્ટ થઈ જાય છે અને તેથી કોધનો ત્યાગ કરવો જોઈએ.”
ક્રોધી એ હિંસાનો અપરાધી અને આનંદનો નાશક છે. ક્રોધ આવે છે એક તરંગ રૂપે અને એમાંથી માનવીના મનને ઘેરી લેતો મહાસાગર બની જાય છે. ગુસ્સાના નાનકડા બીજમાંથી વેરનું વટવૃક્ષ ઊભું થઈ જશે. ચિત્તના એક નાનકડા છિદ્રમાંથી એ પ્રવેશે છે અને સર્વત્ર વ્યાપી જાય છે. આવો ક્રોધ માનવને દાનવ બનાવી દે છે.
ક્રોધને ઓળખવા માટે ગુસ્સાનું બીજ શોધવું જોઈએ. બીજ મળ્યા પછી એનાં ખાતર-પાણી બંધ કરવાં જોઈએ. ધના બીજને શોધીએ ત્યારે ખ્યાલ આવે કે મોટું અનિષ્ટ સર્જનારા ક્રોધનું મૂળ તો સાવ નાનું, સામાન્ય
પરમનો સ્પર્શ ૨૨૭.