________________
૪૧
ભયનું ચિકિત્સાલય
જગત આખું ખૂંદી વળો, તો તમને ચોતરફ ભયથી ભીંસાતા માનવીઓ જ નજરે પડશે. આજે ભાગ્યે જ ભયરહિત માનવી તમને જોવા મળશે. જનસામાન્યથી અસાધારણ પ્રતિભા ધરાવનાર સુધી, ધર્મજિજ્ઞાસુથી મહાસમર્થ ગુરુ સુધી અને અદના નાગરિકથી અગ્રણી નેતા સુધી સહુ કોઈ એક કે બીજા પ્રકારના ભયની ચુંગાલમાં ફસાયેલા હોય છે. વર્તમાન યુગમાં જેમ સંતોષી માનવી મેળવવો મુશ્કેલ બની ગયો છે, એ પ્રમાણે ભયરહિત માનવીની પ્રાપ્તિ દુર્લભ બની ગઈ છે. ક્ષેધ કે મોહ જેટલાં જુદાં જુદાં રૂપ ધારણ કરી શકતાં નથી, એટલાં રૂપ ભય ધારણ કરી શકે છે.
પ્રગાઢ પ્રેમ અને પ્રબળ શત્રુતા બંને વ્યક્તિ માટે ભયનું કારણ બને છે તે કેવું ? સામાન્ય રીતે પાંચ પ્રકારે ભય પ્રવર્તતો જોવા મળે છે. પહેલો પ્રકાર એ કે વ્યક્તિની પ્રકૃતિ પર જ ભય પ્રભુત્વ ધરાવતો હોય. કેટલીક વ્યક્તિઓ પ્રત્યેક વાતમાં ભય અનુભવતી હોય છે. બહારગામ જતી વખતે એને મુસાફરીના આનંદને બદલે ‘જો બીમાર પડી જશે, તો શું થશે?” એનો ભય લાગતો હોય છે અને પરિણામે પ્રવાસ સમયે એ સતત બીમારીના કાલ્પનિક ભયથી પીડાય છે. કોઈ વ્યક્તિને સાંજ પછી રસ્તા પર ચાલતાં ભય લાગતો હોય છે અને કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે, ત્યારથી ભયનું પોટલું માથે લઈને ફરતો હોય છે.
કેટલાક પોતાના સ્વજન બહારગામ જતા હોય, તો એમને મુસાફરી દરમિયાન દર અડધા કલાકે “કોઈ અકસ્માત તો થયો નથી ને? એવા ભયથી મોબાઇલ કરતા હોય છે. કોઈના અંગત જીવનમાં આવો ભય પ્રવર્તતો લાગે છે, તો કોઈને એવો ભય પીડતો હોય છે કે આ વર્ષે વરસાદ નહીં પડે, તો કેવો ભીષણ દુષ્કાળ આવશે ?” અને પછી એના ચિત્તમાં અગાઉના દુષ્કાળનાં ભયપ્રદ ચિત્રો તરવરવા અને ઘૂમવા લાગે છે.
પરમનો સ્પર્શ ૨૨૯