________________
બીજાનાં અનુચિત કે અવિવેકી કામનો વિરોધ કરવાનો હોય છે, એ જ રીતે પોતાના મનની અયોગ્ય માગણીઓ, દુરિત ઇચ્છાઓ અને અવળી ગતિનો પણ સ્વયં વિરોધ કરવાનો હોય છે. આને શાસ્ત્રગ્રંથોમાં “સ્વચ્છેદનિરોધ” કહેવામાં આવે છે. જીવનને સ્વચ્છંદપણે ગાળવાને બદલે આત્માના કલ્યાણને લક્ષમાં રાખીને વર્તવાનું છે. સ્વચ્છેદ દુર્ગુણનો ઉત્તેજક છે, જ્યારે સ્વાધીનતા સગુણોની સર્જક છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે :
“રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ,
પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ.” આમ મનના સ્વચ્છંદને પ્રબળ દૃઢતાથી અટકાવવો જોઈએ અને એની ગતિને બીજી દિશામાં વાળવી જોઈએ. તમારા જીવનલક્ષ્યથી વિરોધી વાતનો ઇન્કાર કરવા જતાં કોઈ નજીકના સ્વજન તમારા પ્રત્યે નારાજ થાય, ગુસ્સો કરે કે તમારાથી વિમુખ બની જાય, તો એ માટે તૈયારી રાખવી જોઈએ. આનું કારણ શું ?
તમારે પાસે માગણી લઈને આવેલી વ્યક્તિ માત્ર પોતાની માગણીનો વિચાર કરે છે, તમારા ધ્યેયનો નહિ. એણે તમારી પાસે માગતાં પૂર્વે સંભવતઃ તમારા જીવનલક્ષ્યની ચિંતા કરી નથી. એમને તો એમનો સ્વાર્થ તમારા દ્વારા સિદ્ધ કરવો હોય છે. ક્યારેક આપણે અસ્વીકારનો આકરો ! નિર્ણય લેતાં અચકાઈએ છીએ. એવી ઠગારી આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ પલટાઈ જશે અને તે વ્યક્તિ એની માગણી સાવ ભૂલી જશે. તો ક્યારેક એવું પણ મનને મનાવીએ છીએ કે આવી એકાદ માગણીને | સંતુષ્ટ કરવામાં વાંધો શો ? ભવિષ્યમાં પુનઃ મારા જીવનપ્રયોજન વિરુદ્ધની માગણી કરશે, તો એનો વિરોધ કરીશ. આમ કરીને આજની વાત કાલ પર ઠેલવામાં આવે છે અને ધીરે ધીરે આવી અટકળો, ધારણાઓ અને બહાનાંને આધારે વ્યક્તિ ધ્યેયવિમુખ કાર્યો કરીને પોતાની સ્વાધીનતા ખોઈ બેસે છે.
તમને ઘણી વાર તમારી જાત માટે ફિટકાર જાગ્યો હશે, પરંતુ ફિટકારનું કારણ એ પણ હોય કે બીજાએ સોંપેલું અઘટિત કાર્ય તમારે કરવું પડ્યું હોય. તમારી ઇચ્છા ન હોય અને તમે બીજાને માટે લાંચરુશવત કે ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યા હો અને પછી એ વાત પ્રસરતાં તમારી જાતને એ વાત માટે પારાવાર દુઃખ થાય એવી પરિસ્થિતિ પણ સર્જાય
પરમનો સ્પર્શ ૧૮૫