________________
Jdh≥ [lk?h 2
માટે ‘વર્કોહૉલિક' શબ્દ છે, જેનો અર્થ છે જેને કામનું ઘેલું વળગેલું હોય તેવો. એના ચહેરા પર હાસ્ય નહીં, કિંતુ ચિંતાના બોજની તંગ રેખાઓ દૈખાય છે. એનું મન શાંત હોતું નથી, પણ સમસ્યાઓથી ઊભરાયેલું હોય છે. શરીરથી એ ઍરકન્ડિશન્ડ ખંડમાં રૂમમાં આરામખુરશી પર ભલે બિરાજમાન હોય, પણ મનથી તો આકળવિકળ બનીને આમતેમ ક્યાંનો ક્યાંય ઘૂમતો અટવાતો હોય છે.
આધ્યાત્મિક માર્ગે અનારના વનમાં પ્રબળ જાગૃતિ હોવી જોઈએ, કારણ કે જાગૃતિ હશે તો જ આત્મશુદ્ધિનું લક્ષ ચુકાશે નહિ. સાધકને માટે સમય અત્યંત મૂલ્યવાન ગણાય, કારણ કે એ જો થોડો સમય પણ વ્યર્થ વ્યતીત કરે તો એની અસર એની સાધના પર પડે છે અને એની લક્ષ્ય પ્રત્યેની ગતિ મંદ પડે છે. સાધકને માટે ઘડિયાળનો ટક ટક અવાજ એવો સંદેશ લઈને આવે છે કે એનો સમય સતત વહી રહ્યો છે અને એનું આયુષ્ય પ્રત્યેક ક્ષણે ‘કટ' ‘કટ' થઈ રહ્યું છે.
તમારા જીવનમાં ધ્યેયથી વિરુદ્ધ એવી અનિષ્ટકારી અને અણગમતી પ્રવૃત્તિએ પ્રવેશ કર્યો હોય. કોઈ તમને તમારા સિદ્ધાંતો છોડીને બીજું માર્ગે દોરવા પ્રયત્ન કરતું હોય, ત્યારે તમારે એને નમ્રતાથી પણ સ્પષ્ટપણે 'ના' કહેવાની હિંમત કેળવવી પડે. આવા પરિવર્તનથી કદાચ બીજાની
અપેક્ષાઓને ઠેસ વાગતાં ગુસ્સાનો ભોગ બનવું પણ પડે. કદાચ આજુ સુધી એ વ્યક્તિઓ માની બેઠી હોય તે માનતી હોય કે તમે એમની વાતનો સ્વીકાર જ કર, અસ્વીકાર કરશો એવી કલ્પના પણ કરી ન હોય, પરંતુ જો તમારે સ્વજીવનમાં પરિવર્તન આણવું હોય તો એમની વાતનો અસ્વીકાર કરવાનું સાહસ અને ખમીર બતાવવું પડે.
આમાં માત્ર અન્યની ઇચ્છા, માગણી કે દરખાસ્તનો સૌજન્યપૂર્વક અસ્વીકાર કરવાનો હોતો નથી પણ ખુદ તમારા મનની વૃત્તિઓની માગણીઓનો પણ તમારે ધરાર ઇન્કાર કરવો પડે છે. મનનો સ્વચ્છંદ જીવનને શાંતિ અને સુખથી દૂર લઇ જશે. સામાજિક રીતે અવરોધરૂપ પરો અને વ્યક્તિગત રીતે આપત્તિજનક બનશે. મનની પરાધીનતા જીવનમાં અંધાધૂંધી સર્જે છે અને મનની સ્વાધીનતા જીવનને યોગ્ય દિશામાં ગતિ કરાવે છે. મનથી ચાલો, ઇન્દ્રિયોના નાચે નાચતો અને કુસંગનો શોખીન બની ગયેલ. માનવી ધીરે ધીરે પરાધીન થઈને પતનગામી બને છે.
આવા સમયે જીવનમાં તામસી ગુણોનું પ્રાબલ્ય વધે છે. જેમ વ્યક્તિએ
|_