________________
૩૫
એકલો જાને રે !
અઢાર અઢાર દિવસ સુધી ખેલાયેલા મહાભારતના મહાયુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે ક્યારેય એમ કહ્યું નથી કે હું ‘બિઝી’ છું. અર્જુનના આ મહાન સારથિએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર બનતી ઘટનાઓ સમયે યથોચિત માર્ગદર્શન આપ્યું; પરંતુ ક્યાંય એવો એક પણ ઉદ્ગાર મળતો નથી કે આટલા બધા દિવસો સુધી ચાલેલા યુદ્ધને કારણે અન્ય કાર્યોના ઢગલા થઈ ગયા ! રામ અયોધ્યામાં હોય કે વનમાં હોય, પણ કુટુંબપ્રેમને પૂર્ણ રૂપે જાળવે છે અને ક્યાંય એ અતિ વ્યસ્ત લાગતા નથી. અતિપ્રાચીન કાળમાં રાજા ઋષભે પ્રજાને અસિ, મસી અને કૃષિ અર્થાત્ શસ્ત્રવિદ્યા, લેખનવિદ્યા અને ખેતીવિદ્યા શીખવી. વળી સમાજરચના અને રાજ્યવ્યવસ્થા સ્થાપી અને શાસન કર્યું, પણ ક્યાંય એવો ઉલ્લેખ મળતો નથી કે જ્યાં રાજા ઋષભે પ્રજાજનોને કહ્યું હોય કે ‘હમણાં હું ખૂબ કામમાં છું. બીજાં | ઘણાં કામ બાકી છે, માટે અત્યારે મને મળશો નહીં.”
વનવાસ-સમયે રામ આરામથી શિલા પર બિરાજમાન દેખાય છે! મોરલીના મધુર નાદ શ્રીકૃષ્ણ કેટલી બધી નિરાંતે છેડી રહે છે ! ભગવાન મહાવીરે કે ભગવાન બુદ્ધ પોતાના વિહાર દરમિયાન ક્યારેય પોતાના શિષ્યોને એમ કહ્યું નથી કે હજી ઘણું કામ કરવાનું બાકી છે, માટે તમે ઉતાવળે ચાલો. ઝડપથી ચાલશો નહીં તો આવું વિરાટ કાર્ય કઈ રીતે પૂર્ણ થશે ?
મજાની વાત એ છે કે જેમણે જગત રચ્યું, એમના જીવનમાં ઘણી નિરાંત જોવા મળે છે અને જગતના લોકોના જીવનમાં પારાવાર દોડધામ નજરે પડે છે ! જિસસ ક્રાઇસ્ટ હોય કે અષો જરથુષ્ટ્ર હોય, એમને તમે ક્યારેય દોડતા દીઠા છે ? જ્યારે આજનો માનવી એટલો બધો ‘બિઝી’ બની ગયો છે કે વહેલી સવારથી મોડી રાત સુધી એને સહેજે નિરાંત હોતી નથી. બસ, સતત કામ કર્યું જ જાય છે. અંગ્રેજી ભાષામાં આને
પરમનો સ્પર્શ ૧૮૩
હું