________________
૧૮૦ પરમનો સ્પર્શ
'कुलीनमकुलीनं वा वीरं पुरुषमानिनम् । चारित्र्यमेव व्याख्याति शुचिं वा यदि वाशुचिम् ।।' ।
મનુષ્યનું આચરણ જ એ દર્શાવે છે કે એ કુલીન છે કે અકુલીન, વીર છે કે કાયર અથવા તો પવિત્ર છે કે અપવિત્ર.”
વ્યક્તિનું સૌજન્યપૂર્ણ આચરણ એની પ્રતિભામાં વૃદ્ધિ કરે છે. એના આચરણમાં રહેલો સાહજિક વિનય, મૃદુતા અને નિઃસ્વાર્થવૃત્તિ સામેની વ્યક્તિને પ્રભાવિત કરતી હોય છે.
વ્યક્તિનાં વાણી અને વ્યવહાર પછી ત્રીજી બાબત ભાવ-જાગૃતિ છે. વાણી મધુર હોય, આચરણ સૌજન્યશીલ હોય, કિંતુ એના ચિત્તમાં દુષ્ટ ભાવો પ્રવર્તતા હોય એવું પણ બને છે. હકીકતમાં એ વ્યક્તિના સમગ્ર જીવનનું નિર્ધારણ ભાવ કરે છે. એણે પોતાના ચિત્તના ભાવો વિશે પળેપળ જાગૃત રહેવું જોઈએ.
તમે તમારા ચિત્તમાં એક સુંદર ભાવસૃષ્ટિ સર્જી શકો છો અને પછી એ સૃષ્ટિમાં તમે પ્રસન્નતાપૂર્વક જીવી શકો છો. જીવનમાં જાગૃતિ કેળવવાની છે ભાવની બાબતમાં. ચિત્તમાં એકેય ખોટો ભાવ કે દુર્ભાવ પ્રવેશે નહીં એની જાગૃતિ હોવી જોઈએ. ષ, મોહ કે લોભનો એક અંશ પણ ચિત્તમાં આવે એટલે ધીરે ધીરે એ સમગ્ર ચિત્ત પર છવાઈ જાય છે. ોધ આવે છે એક બિંદુ રૂપે અને એ પ્રગટે છે સમગ્ર ચિત્તને ઘેરી વળેલા મહાસાગર રૂપે, જેમ નળ રાજાની પગની પાની કોરી રહી ગઈ અને તેમાંથી કળી પ્રવેશ્યો હતો, એ જ રીતે વ્યક્તિના ચિત્તમાં એક દુષ્ટ કે અધમ ભાવનો અંશ પ્રવેશે એટલે એના સમગ્ર ચિત્ત પર એ પ્રભુત્વ જમાવી દે છે. પછી એ ભાવ પ્રમાણે વ્યક્તિનું આચરણ થાય છે અને એ પ્રમાણે એ ઉચ્ચારણ કરતો હોય છે, આથી મનમાં આવતા ભાવો સામે જાગૃતિ આવશ્યક છે.
સામાન્ય માન્યતા એવી છે કે દ્વેષ અને લોભ એ રાગ અને મોહની તુલનામાં જીવનને વધુ દૂષિત કરે છે. આથી એક એવી ધારણા બંધાઈ ગઈ છે કે ક્ષેધ ઘણો ખરાબ, જ્યારે રાગ થાય તો બહુ વાંધો નહીં. હકીકત એ છે કે ક્ષેધ અને દ્વેષ કરતાં પણ રાગ વિશેષ હાનિકારક છે, પરંતુ વ્યક્તિ સામાન્ય રીતે એના દ્વેષને રોકે છે. કોઈના ય તરફ આંગળી ચીંધવી નહીં એમ માને છે, વળી વિચારે છે કે સામી વ્યક્તિ પ્રત્યે એક આંગળી ચીંધી હોય, તો એનો અર્થ એ થાય કે એણે પોતાના તરફ