________________
૩૪
પળેપળની જાગૃતિ
જગતનાં સઘળાં શાસ્ત્રો અને સર્વ વિચારકો એક વાત ભારપૂર્વક કહે છે કે જીવનમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ પળેપળની જાગૃતિ છે. એક વાર ભગવાન બુદ્ધના મુખ પર માખી બેઠી અને ભગવાન બુદ્ધ એને જોરથી ઝાપટ મારીને ઉડાડી દીધી. એ પછી એમણે પોતાના એ વર્તન વિશે વિચાર કર્યો, ત્યારે અજાગૃતિથી માખી ઉડાડવા માટે અતિ અફસોસ થયો.
ભગવાન મહાવીરે પણ વારંવાર ‘પળનો પણ પ્રમાદ કરશો નહીં? એમ કહ્યું છે, પરંતુ આ પ્રમાદ એટલે શું ? ગુસ્સામાં કે આવેશમાં કોઈ ખોટું કૃત્ય થઈ જાય છે કે પછી પ્રમાદ એટલે સત્યને જાણવા છતાં અસત્યનું આચરણ થઈ જાય તે ? સારું શું છે એ સમજવા છતાં ખોટાનો મહિમા કરવો ? અથવા તો શક્તિ હોવા છતાં આળસને કારણે ધર્મઆરાધના | કરીએ નહીં તે પ્રમાદ છે ? આ પ્રમાદનું સ્વરૂપ સમજીએ.
જીવનમાં વાણી બોલતી વખતે સતત સાવધાની રાખવાનું તો ઉપદેશકો, વિચારકો અને ધર્મગ્રંથો સહુએ કહ્યું છે, કારણ કે આપણી વાણીને કારણે ઘણી કટુતા અને મનભેદ સર્જાતાં હોય છે. એક બાજુ એમ કહેવામાં આવે છે કે બીજાં તમામ આભૂષણોની તુલનામાં વાણીના જેવું બીજું કોઈ ઉત્તમ આભૂષણ નથી, તો બીજી બાજુ એ જ વાણી ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેરનું સર્જન કરીને કુરુક્ષેત્રનો મહાસંહાર રચતી હોય છે !
વાણી પછી બીજી જાગૃતિ આચરણની છે. વ્યક્તિનું એક અઘટિત આચરણ અનેક મુશ્કેલીઓને નિમંત્રણ આપતું હોય છે. વ્યક્તિની ઓળખ એના આચરણ પરથી સિદ્ધ થતી હોય છે. ‘રામાયણ’માં મહાકવિ વાલ્મીકિએ કહ્યું છે :
પરમનો સ્પર્શ ૧૭૯
G