________________
990
૨૩૬ પરમનો સ્પર્શ
વર્તમાન સમયની તુલના કરતી હોય છે અને વિચારે છે કે ગઈ કાલે હું અત્યંત સુખી અને સમૃદ્ધ હતો, આજે નથી અને આ તે કેટલું મોટું દુઃખ કહેવાય ! ગઈ કાલ સુધી પોતાના ભવ્ય બંગલાની પાછળ એ પાગલ હતો, એનો આનંદ સમાતો નહોતો; પરંતુ પોતાના કરતાં કોઈ બીજાનો વિશાળ બંગલો જો કે તત્કાળ એની સાથે મન પોતાના બંગલાની તુલના કરવા લાગ્યું એટલે એને પોતાનો બંગલો સામાન્ય લાગવા માંડ્યો. ગઈ કાલ સુધી એ પોતાના જીવનથી અતિ સંતુષ્ટ હતો, પરંતુ પોતાનાથી વધુ સત્તા, વૈભવ, સિદ્ધિ કે સમૃદ્ધિ ધરાવનારને જોતાં એ મનોમન પોતાના જ્જન સાથે એની તુલના કરવા લાગ્યો અને પરિણામે એની અસનોષની આગ ભડકે ને ભડકે બળવા લાગી.
કોઈને પોતાનો બાલ્યકાળ સુવર્ણકાળ સમાન લાગતો હોય છે અને એ સતત પોતાના વર્તમાન જીવન સાથે વીતી ગયેલા બાળપણની મધુર, ચિંતામુક્ત અને ૨મતિયાળ સ્થિતિની તુલના કરવા લાગે છે. એ માને છે કે બાલ્યાવસ્થા કેવી સારી હતી અને આ યુવાવસ્થા તો પારાવાર દુઃખોથી ભરેલી છે ! તુલના કરતાં એને પોતાના વર્તમાન સમયના મિત્રો કરતાં પત્તાની નિશાળના મિત્રો કે બાળપણના ગોઠિયાઓ વધુ ઉદાર અને ઉમદા હતા એવું લાગે છે. પરિણામે આજના મિત્રો પ્રત્યે થોડો અભાવ જાગે છે.
જે માણસ એના વનમાં આવી કોઈ તુલનામાં જ રચ્યોપચ્યો હોય છે એ સતત અસંતોષ અનુભવતો હોય છે. એ સામે છે તેને નથી જોતો અને તુલના કરીને જે વર્તમાનમાં પ્રત્યક્ષ નથી એની અપેક્ષા રાખે છે. આવી તુલના સમય જતાં તો વ્યક્તિનો સમય અને શક્તિને નષ્ટ કરતી હોય છે. એનાથી એને મળે છે શું ? એ માત્ર દ્વેષ, ઈર્ષા, ાિ અને અસંતોષ પામે છે. મુખ્ય બાબત તો એ છે કે આવી તુલનાની ટેવને પરિણામે વ્યક્તિ એના વનપથથી દૂર ચાલી જતી હોય છે. વનધ્યેય પ્રતિ જતી વ્યક્તિ અન્યત્ર ભટકી જાય છે.
હકીકતમાં જીવનમાં આવતી પરિસ્થિતિનો સ્વીકાર જરૂરી છે. એનાથી પલાયનવૃત્તિની કોઈ પણ કોશિશ નિષ્ફળતામાં જ પરિણમવાની. વનની આવતી પરિસ્થિતિને સમજવાની અને સમય જાગે ત્યારે એનો સામનો કરવાની તૈયારી હોવી જોઈએ. પરમ પ્રત્યેની મૂઢ શ્રદ્ધા અને કહેશે કે “પરમતત્ત્વ તારા માટે નિર્માણ કરેલ જીવનપથ પર તારે ચાલવાનું છે.
|_