________________
૪૨
તુલનાનું દુઃખ અને ભૂલસ્વીકારનું સાહસ
મૂલ્યવાન જીવનને સાર્થક કરવાનું કોણ ન ઇચ્છે ? કિંતુ જીવન સાર્યકતામાં અવરોધરૂપ એવી ઘણી વ્યર્ષ બાબતોની ભુલભુલામણીમાં અટવાઈ ગૂંચવાઈ જાય છે. ભય, ગુસ્સો, ચિંતા, ફરિયાદ કરવાની આદત જેવી બાબતો એના જીવનવિકાસને રૂંધી નાખે છે. આવી અવરોધરૂપ બાબતોને ઓળંગવા માટે પરમનો સ્પર્શ જરૂરી છે. પોતાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે દૃઢ શ્રદ્ધા ધરાવનાર આવી વિઘ્નરૂપ બાબતોને સહજતાથી ઓળંગી જાય છે. આ માર્ગમાં આવતો એક મોર્ય અવરોધ છે. માનવીની તુલના-વૃત્તિ. વ્યક્તિ પ્રત્યક્ષને દૃષ્ટિગોચર કરી અતીતમાં સરી પડે છે અને પછી વર્તમાન સાથે ભૂતકાળની તુલના કરીને પોતાની વર્તમાન સ્થિતિને વધુ દુ:ખદ, ગ્લાનિકર અને નિરાશાજનક બનાવે છે.
તમે વૃદ્ધજનોને એમની યુવાનીના જમાનાને યાદ કરતા જોષા હશે અને જુવાનીનો એ કાળ કેટલો મા ને ઉદાત્ત હતો અને અત્યારે કેટલો નઠારો, નિર્દય અને મૂલ્યહીન જમાનો આવ્યો છે એવો નિસાસાભર્થો વસવસો કરતા નિહાળ્યો હશે. એ જીવે છે વર્તમાનમાં, પરંતુ આ છે ભૂતકાળમાં. ભૂતકાળને પુનર્જીવિત કરી શકાતો નથી અને તેથી એ રોજેરોજ પુનઃ પુનઃ ભૂતકાળની સાથે વર્તમાનની તુલના કરીને વ્યગ્ર રહ્યા કરે છે.
વનમાં સરખામણી જેવી અળખામણી બીજી કોઈ બાબત નથી અને છતાં આવી અળખામણી પ્રવૃત્ત વ્યક્તિ અહર્નિશ કરતી હોય છે. પોતાની સામે છે. એનો સદંતર ઇન્કાર કે અનાદર અને આજે પોતાની સામે જે નથી એનો તીવ્ર અસંતોષ. નવા મૉડલની કાર જુએ અને વ્યક્તિ વિચારે કે મારી પાસે જે કા૨ છે, એના કરતાં તો આ કાર ઘણી આકર્ષક અને ચિડયાતી છે. આમ એના મનમાં તુલનાનું જેવું બીજ વવારો કે સમય જતાં અને પોતાની કાર અળખામણી લાગશે.
પોતાની (ગુજરી હુઈ) ગઈ કાલ સાથે કે વીતેલાં વર્ષો સાથે વ્યક્તિ
પરમનો સ્પર્શ ૨૩૫
@