________________
S
Jàhà [l××ãh 2Æ
૪૩
ભૂલની આદત અને ચિંતાનો બોજ
કોની ભૂલ થતી નથી ? જીવન છે એટલે ભૂલ તો થવાની જ. એ ભુલ વ્યક્તિનો પ્રબળ પુરુષાર્થ હોવા છતાં થઈ હોય અથવા તો એની પામરતાને કારણે પણ થઈ હોય. પ્રગતિની ઘેલછામાં વ્યક્તિ ભૂલ કરતી હોય છે. એ જ રીતે વિકારોની દોડમાં પણ ભૂલથાપ ખાતી હોય છે. જે કોશિશ કરે છે, એનાથી ભૂલ તો થવાની. વનમાં ભુલ, દોષ, સ્ખલન કે પતનની ઘટનાઓ બનતી હોય છે અને કેટલીક વ્યક્તિઓના જીવનમાં પોતાની ભૂલ, પાપ કે દોષ અંગે એક એવી મનોવૃત્તિ ઘર કરી જતી હોય છે કે પ્રત્યેક પળે પોતાના એ દોષના ઓથાર હઠળ વતી હોય છે. ક્યારેક ઉપદેશકોનાં પ્રવચનો અને ગ્રંથોનાં વર્ણનો આવાં પાપોની સતત નિઘ કરી એક પ્રકારનો ભય જગાવનાં હોય છે.
ઘણી વ્યક્તિઓ એક વખત આવું પાપ, દોષ કે ભૂલ થઈ ગયાં હોય તો, એની પીડા જીવનભર અનુભવતી હોય છે. કેટલાક લોકો ગુનાની આવી હૃદયને કોરતી લાગણીમાંથી પ્રયત્ન કરવા છતાં મુક્તિ મેળવી શકતા નથી. તેઓ સતત પાપભાવના કે દોષભાવનાથી પીડાય છે. હકીકતમાં જીવનમાં સહુએ ક્યારેક, કોઈક ને કોઈક ભૂલ કરી હોય છે, પરંતુ વ્યક્તિએ પોતાની આવી ભુલ પ્રત્યે બે બાબત વિચારવી જોઈએ : પહેલી બાબત એ કે દરેક ભૂલ વનમાં કંઈક ને કંઈક શીખવી જતી હોય છે, આથી એ ભૂલનો બોધપાઠ એકો મનમાં ધારણ કરવો જોઈએ, એનું પુનરાવર્તન ન થાય એ માટે જાગૃતિ રાખવી જોઈએ. ચીની વિજ્ઞાન અને તત્ત્વચિંતક કન્ફ્યૂશિયસે કહ્યું છે, “એ જાણી ગયો છે કે એણે ભૂલ કરી છે અને એ પછી એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરતો નથી, તો તે એક વધુ મોટી ભૂલ છે. કેટલીક વ્યક્તિઓ તો અન્ય વ્યક્તિએ એના જીવનમાં કરેલી ભુલોને જાણીને પોતાની ભૂલો સુધારતી હોય છે !'
ભુલ કરવામાં આંધળું સાહસ હોય તો ભુલ-સ્વીકારમાં હિંમતભર્યું
|_