________________
નથી. એ મનથી ઘરડાઓનો ધર્મ નથી અને જીવનથી નિરુત્સાહી થયેલાઓનો પણ ધર્મ નથી. ધર્મ તો જીવંત, પ્રાણવાન અને ચૈતન્યમય છે. સાચો ભક્ત આવેગ અને સ્કૂર્તિ સાથે ઈશ્વર પ્રતિ ગતિ કરતો હોય છે. વૃદ્ધાવસ્થા આવતાં ઉંમરને કારણે શરીરની ત્વચા પર કરચલી પડે છે, પરંતુ જો નિરુત્સાહી બનીને ધર્માચરણ કરે તો એના ચેતનવંત આત્મા પર પણ કરચલીઓ પડવા લાગે છે. ધાર્મિકતા કોઈ કાળે અને કોઈ રીતે વૃદ્ધત્વ સાથે સંકળાયેલી નથી. આથી ‘શ્રીદશવૈકાલિક સૂત્ર' નામના આગમગ્રંથમાં ભગવાન મહાવીરે કહ્યું છે :
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતી નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, ત્યાં સુધી સારી રીતે ધર્માચરણ કરી લેવું.”
આ સૂત્રનો મર્મ સમજવા જેવો છે. વ્યક્તિ વૃદ્ધ થાય એટલે મંદિરે જાય છે. વ્યાધિઓ આવે એટલે ઈશ્વરસ્મરણ કરે છે અને ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય પછી પ્રભુમાર્ગે પ્રયાણ કરે છે. આ ત્રણેય પ્રકારે આચરણ કરનાર યથાર્થ ધર્માચરણ કરતો નથી એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
કેટલીક વ્યક્તિઓ જડ ક્રિયાકાંડમાં એટલી ઊંડે ઊતરી જાય છે કે એમનું જીવન અત્યંત શુષ્ક, ભીતરથી નીરસ અને મુડદાલ બની જાય છે. એની પાસે જે કંઈ હોય છે, તે નષ્ટ થયેલું અને મૃતવતુ હોય છે. ઉત્સાહભેર ધર્મ પ્રતિ ગતિ કરનારે ધર્મક્રિયાના મર્મને પામવો જોઈએ. ઘણી વાર વ્યક્તિ ક્રિયાઓમાં એવી ગૂંથાઈ જાય છે કે પછી ક્રિયા એ જ એનું અંતિમ સાધ્ય અને પરમ લક્ષ્ય બની જાય છે. હકીકતમાં ક્રિયાના સાધન દ્વારા એણે પરમાત્મભક્તિ સુધી પહોંચવાનું હોય છે. જો ક્રિયા યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે માત્ર બાહ્ય આચરણ બનીને અટકી જાય છે. ઘણી વાર તો વ્યક્તિ જીવનભર ક્રિયા કરતી હોય છે, પરંતુ એ ક્રિયા પોપટિયા ઉચ્ચારણ કે રગશિયા ગાડાની માફક ચાલતી હોય છે. ગાયત્રી મંત્ર બોલતો હોય કે નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરતો હોય, પરંતુ જો એને એના અર્થનો, મહિમાનો અને એના દ્વારા પ્રાપ્ત થતી આંતરસમૃદ્ધિનો ખ્યાલ ન હોય, તો એવી ક્રિયા અર્થહીન બની જાય છે.
ધર્મક્રિયાને સૌથી મોટું વેર સ્પર્ધા અને પ્રસિદ્ધિ સામે છે. ક્રિયામાં સ્પર્ધાનો ભાવ આવે તો એ ક્રિયા સંપૂર્ણતયા વિફળ જાય છે. કોઈએ આટલા ઉપવાસ કર્યા કે આટલી યાત્રા કરી, તેથી પોતે એનાથી વધુ યાત્રા
પરમનો સ્પર્શ ૪૧