________________
કે ઉપવાસ કરે અને એ રીતે એનાથી પોતાની જાતને વધુ ઉચ્ચ ‘ધાર્મિક' પુરવાર કરવા પ્રયત્ન કરે, તો એના જેવી હાસ્યાસ્પદ પ્રવૃત્તિ બીજી કોઈ નથી.
કેટલાકને ક્રિયાની પ્રસિદ્ધિનો શોખ હોય છે. ક્રિયા આંતર ગતિએ ચાલનારી છે અને પ્રસિદ્ધિ બાહ્ય ગતિએ ચાલનારી છે. ક્રિયાથી આંતર જગત તરફ જવાનું હોય છે અને પ્રસિદ્ધિથી બાહ્ય જગત તરફ વળવાનું હોય છે. આંતરિક ક્રિયા એ સ્વભાવ છે અને એની પ્રસિદ્ધિ એ એનો બાહ્ય પ્રભાવ છે. જે ક્ષણે ક્યિા બાહ્ય પ્રસિદ્ધિમાં પરોવાઈ જાય ત્યારે એનું આંતર અનુસંધાન નષ્ટ થઈ જાય છે. એ વ્યક્તિ પછી જે કંઈ કરશે, તે બાહ્ય પ્રદર્શન કે બાહ્ય પ્રસિદ્ધિ માટે કરશે, આથી ક્રિયા કરનારે વિશેષ સાવધાની રાખવી જોઈએ.
ઘણી વ્યક્તિઓ પોતાના ઉપવાસની જાહેરાત કરતી વખતે ચહેરા E પર દુઃખ, વેદના અને ગમગીનીનો ભાવ લાવતી હોય છે. પોતાના
ધર્માચરણનો મહિમા બતાવવા માટે આવું ગંભીરતાનું મહોરું પહેરી લેતા હોય છે, પરંતુ ધર્માચરણ એ કોઈ ઉદાસીપણાની બાબત નથી, બલ્ક ઉત્સાહની બાબત છે. એ કોઈ પીડારૂપ ઘટના નથી, બલ્ક પ્રસન્નતારૂપ પરિસ્થિતિ છે. આમ પરમની પ્રાપ્તિ માટે જીવંત ઇચ્છા, પ્રબળ તડપન, પારદર્શક પવિત્રતા, તીવ્ર પ્યાસ અને આંતર પ્રસન્નતા હોવી જોઈએ.
૪૨ પરમનો સ્પર્શ
YO