________________
યાચના કે ઉપકાર ?
ઈશ્વરની મૂર્તિ તમારી સન્મુખ હોય, ત્યારે તમારી ભાવસૃષ્ટિમાં કેવાં સ્પંદનો જાગતાં હોય છે ! સામાન્ય રીતે દર્શનાર્થી ઈશ્વર પ્રત્યે પ્રયોજનસિદ્ધિની યાચના કરતો હોય છે અથવા તો જીવનમાં આવેલી અણધારી આપત્તિઓ બદલ ઈશ્વરને ઉપાલંભ આપતો હોય છે. કોઈ પ્રમોશનની માગણી કરે છે, તો કોઈ પુણ્ય-લાભની યાચના કરે છે; પણ ક્યારેય ઈશ્વર સમક્ષ ઊભા રહીને એમ વિચાર્યું છે ખરું કે જેની પાસે અત્યારે આજીજીભર્યા સ્વરે અપેક્ષાપૂર્તિની યાચના કરી રહ્યા છીએ? એણે તો ક્યારનીય તમને અઢળક સમૃદ્ધિ આપી દીધી છે ?
ક્યારેય એવો વિચાર જાગ્યો કે આ રામ, કૃષ્ણ કે મહાવીર મળ્યા ન હોત, તો મારું જીવન કેવું હોત ? હું દારૂ જેવા વ્યસનોમાં કેવો ડૂબી ગયો હોત ? છડેચોક હું કેવો દુરાચાર આચરતો હોત ? જીવનમાં કોઈ માનમર્યાદા ન હોત. કોઈ પણ પ્રકારના સંયમનું નામનિશાન ન હોત. પ્રેમ, કરુણા, મૈત્રી જેવા દૈવી ગુણોથી કેટલો બધો દૂર હોત ! આ ઈશ્વરે કેટલું બધું આપ્યું છે અને છતાં હજી હું એની પાસે ભિક્ષાપાત્ર લઈને ઊભો છું !
જીવનમાં જેમણે થોડોય સાથ, હૂંફ કે સહયોગ આપ્યો છે, એવી વ્યક્તિઓની યાદી બનાવશો તો ખ્યાલ આવશે કે કેટલી બધી વ્યક્તિઓએ આપણા જીવનમાં કેટલું બધું આપ્યું છે ! એ વ્યક્તિઓએ ક્વચિત્ સ્નેહભાવ દાખવ્યો છે, તો ક્યારેક કપરા સંયોગોમાં મજબૂત સાથ આપ્યો છે. એમની મદદ કદાચ સામાન્ય કે નાની હોય, પરંતુ એ સામાન્ય મદદથી પણ જીવનમાં કેટલી બધી સાંત્વના અને આસાએશ પ્રગટી હતી ! ક્યારેક એવું પણ બને છે કે કોઈએ સાવ નાની કે સામાન્ય મદદ કરી હોય, કિંતુ સમય જતાં એ મદદ તમારે માટે ઘણી મહત્ત્વની અને ઉપયોગી પુરવાર થઈ હોય. એ તમને નિરાશા કે હતાશાના ઓથાર હેઠળથી બહાર લાવી હોય
પરમનો સ્પર્શ ૪૩