________________
થવાના વિચાર કરે, તે જ રીતે સાધક ભક્તિ કરવાનું શરૂ કરે અને બે જ દિવસમાં ઈશ્વરપ્રાપ્તિ થશે એમ માનવા લાગે છે. જો કશી પ્રાપ્તિ ન થાય તો તે અકળાઈ ઊઠે છે, કાં તો એ પરમના સ્પર્શની વાતનો ત્યાગ કરે છે અથવા તો ભક્તિમાર્ગને ત્યજી દે છે.
આપણે આજ સુધી ઘરના આંગણામાં જ હળવેથી લટાર મારતા હોઈએ અને પછી એકાએક દસ કિલોમીટર દોડવાનું શરૂ કરી દઈએ તો શું થાય ? નિષ્ફળતા જ મળે અને વધારામાં પગનો દુઃખાવો સાંપડે. આથી પરમ પ્રત્યે સાચા દિલના સમર્પણ સાથે અત્યંત વૈર્યથી ગતિ કરવી જોઈએ. ઈશ્વરસાધનામાં પણ ધીરજથી પ્રગતિ કરવી પડે છે. સંતોએ ક્યારેય સાધનામાં વૈર્ય ગુમાવ્યું નથી. સંતોએ ક્યારેય કોઈ પણ સિદ્ધિની ઝડપી પ્રાપ્તિની ખેવના રાખી નથી. એમણે ઈશ્વરને કોઈ સમયમર્યાદા બાંધી આપી નથી કારણ કે એમની પાસે ઈશ્વરને માટે સમય જ સમય છે. એની મર્યાદા આંકવાનો અર્થ શો ?
આવા સાધકો કે સંતો ઈશ્વરને ક્યારેય કોઈ નોટિસ આપતા નથી કે, “હવે તું મને તત્કાળ આ પ્રકારની સિદ્ધિ આપ. જો આ સિદ્ધિ મને આટલી સમયાવધિમાં નહીં પ્રાપ્ત થાય તો હું તને છોડી દઈશ.” જે સાધક ઈશ્વરને ‘અલ્ટિમેટમ' આપે છે, એ સાધક નથી, પણ માગણ છે અને એવો ભાનભૂલેલો માગણ છે કે જે સર્વસ્વ આપનારને ‘અલ્ટિમેટમ' આપવા નીકળ્યો છે !
સંતોએ તો પ્રભુ પાસે પ્રકાશ માગ્યો છે. એમણે કોઈ ઇચ્છા રાખી હોય તો તે સત્, ચિત્, આનંદની રાખી છે. એમણે ઈશ્વરને કોઈ કામ સોંપ્યું હોય તો એટલું જ કે મારી ભક્તિમાં સહેજે ભંગ ન થાય તેવી કૃપા સતત વરસાવતો રહેજે. મારા જીવનમાં હું સદૈવ સત્યધર્મનું પાલન કરતો રહું એવું કરજે.
સાચો ભક્ત એ પોતાના દેહને સુખ આપે, ભૌતિક સમૃદ્ધિ મળે કે જગતને સ્તબ્ધ કરે તેવી ચમત્કારિક યા આશ્ચર્યજનક સિદ્ધિ માગતો નથી. આધ્યાત્મિક જગતમાં ભૌતિક માગણી એ વ્યક્તિની સાંસારિક લાલસાનું પ્રતીક છે. એ સંસારમાં એટલો આસક્ત છે કે ઈશ્વરની ભક્તિ કરતી વખતે પણ એ એની ભૌતિક ઇચ્છાઓનું વિસ્મરણ કરી શકતો નથી. આ ભૌતિક પ્રાપ્તિમાં એક પ્રકારનો લોભ સમાયેલો હોય છે અને એ લોભને કારણે વ્યક્તિ જીવનમાં લાલચ, પ્રલોભન, પરિગ્રહ જેવાં કેટલાંય
પરમનો સ્પર્શ ૭૯