________________
શેરબજારના મોટા વેપારી અથવા તો “ખેલાડી” મહાસુખરાયની વહેલી સવાર શેરબજારની ચિંતાથી શરૂ થાય અને રાત એની વધઘટ સાથે પૂરી થાય. લૅપટૉપ આગળથી એ એક મિનિટ આઘા ખસે નહીં, ‘આટલા મળ્યા અને ‘આટલા ગયા' એ એમના જીવનનાં સૂત્રવાક્યો થયાં છે. મિત્રોના આગ્રહથી મહાસુખરાય માથેરાન ગયા. એટલા બધા થાકીને માથેરાન ગયા હતા કે નક્કી કર્યું હતું કે આ અઠવાડિયું એક ભાવ પણ જાણવો નથી. એકાદ દિવસ તો આ વચનનું યથાર્થ પાલન થયું, પણ બીજા દિવસથી ભાવ જાણવા માટે ફોન કર્યો અને ફરી એ જ ચક્રમાં મન ગૂંથાઈ ગયું. ત્રીજે દિવસે માથેરાનમાં જાણે મહાસુખરાયની ઑફિસ શરૂ થઈ ગઈ અને એ જ રફતાર ચાલવા લાગી.
એક બાજુ મનને નિરાંત નથી અને બીજી બાજુ માણસ નિરાંતની શોધમાં નીકળ્યો છે. કોઈ ગુરુ કે માર્ગદર્શકની પાસે આવતા મોટા ભાગના લોકો એક જ વાત કરતા હોય છે કે, “મનની શાંતિ થાય એવું કશુંક આપો.” તેઓ આશા રાખતા હોય છે કે એ માર્ગદર્શક કોઈ એવા સિદ્ધાંતની ચાવી આપશે કે એને પરિણામે ભલે જીવન આટલું વ્યસ્ત રહે, પણ એકાએક શાંતિનું તાળું ખૂલી જશે. એ મંદિરમાં જઈને પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે કે “પ્રભુ, મારે બીજું કશું જોઈતું નથી, બસ, માત્ર આ અશાંત, | અવ્યવસ્થિત અને અતિ ચંચળ એવા જીવનમાં મને શાંતિ પ્રાપ્ત થાય, તેવી કૃપા વરસાવો.’ એ કોઈ એવા શાસ્ત્ર કે ધર્મગ્રંથ પાસે જશે અને એવા સૂત્રની શોધ કરવા ઇચ્છશે જેનાથી મનની શાંતિ પ્રાપ્ત થઈ જાય. |
કરુણતા તો એ છે કે એ પોતાની જીવનશૈલી બદલવા માગતો નથી. કામની પદ્ધતિમાં લેશમાત્ર પરિવર્તન કરવા તૈયાર નથી. પરંતુ ઈશ્વર, ગ્રંથ કે સદ્ગુરુ પાસેથી કોઈ એવી ચમત્કારિક જડીબુટ્ટી ને આશીર્વાદ મેળવવા માગે છે કે જેનાથી એના મનમાં શાંતિ સ્થપાય. જીવનમાં તો અશાંતિ સર્જતાં બનાવો તો બનતા હોય છે, પણ એ માને છે કે જેમ એક ટેબ્લેટ લઈને તાવ ઉતારી નખાય છે એ રીતે ઈશ્વરના આશીર્વાદ કે ધર્મગ્રંથનાં સૂત્રો દ્વારા એના અતિ અશાંત મનને “ઇન્સ્ટન્ટ' શાંત કરી દેવાશે. મનમાં તો તોફાની સાગરનાં મોજાં ઘૂઘવી રહ્યાં છે, પરંતુ ત્યાં એવું પરિવર્તન આવશે કે સરોવરનાં જળ શીતળ અને શાંત થઈ જશે.
હકીકત એ છે કે મનની અશાંતિ જેણે ઊભી કરી છે, એ જ વ્યક્તિ પોતાના મનને શાંત કરી શકે છે. જેણે સમસ્યાનું સર્જન કર્યું છે,
પરમનો સ્પર્શ ૧૫૫