________________
૧૫૬ પરમનો સ્પર્શ
Tએ જ સમાધાન આપી શકે છે. આપણે એવું માનીએ છીએ કે સમસ્યા
હું સર્જી અને એનો ઉકેલ ગુરુ આપે. વળી એ ઉકેલ પણ આપણી જીવનપ્રવૃત્તિમાં કશાય ફેરફાર વિના ઇચ્છીએ છીએ. મૂળ તો એ વાત જ ખોટી છે કે તમારા મનની શાંતિ તમે બહારથી મેળવી શકો છો. તમારા ભીતરમાં જ એ શાંતિ પામવાની ક્ષમતા છે. જેમ તમે પોતે આ સવાલના સર્જક છો, તેમ તમે જ એના ઉત્તરદાતા છો. સમસ્યા તમારા મનમાં જાગી હોય અને એનું સમાધાન કોઈ કૃપા કે સૂત્રમાં હોય એવું નથી. જે દર્દ સર્જે છે, એ જ દવા આપી શકે છે. આપણે એમ માનીએ છીએ કે દર્દ સર્જનાર આપણે છીએ અને આપણા દર્દની દવા બીજા કોઈ પાસે છે.
મનની દોડ સાથે જીવતા વ્યસ્ત માનવીઓ એમ માનતા હોય છે કે વ્યસ્તતા જ જીવનની પરિપૂર્ણતા છે. અતિ પ્રવૃત્તિને જીવનની પૂર્ણતા માને છે. હકીકતમાં તેઓ વચ્ચેની એક મહત્ત્વની કડી ભૂલી જાય છે અને તે છે જીવન જીવવા માટેનું ધ્યેય કે કારણ.
તેમની આ પ્રવૃત્તિ એમના જીવનધ્યેયને પોષક છે કે નાશક, એનો એ વિચાર કરતા નથી. તેઓ તો રોજ સવાર પડે અને કાર્યો શરૂ કરે છે અને અતિ વ્યસ્તતામાં દિવસ પૂરો કરે છે. આવી વ્યક્તિઓ પાસે કોઈ ધ્યેય હોતું નથી. એમણે જીવનસાર્થક્ય માટે ધ્યેયનું ગહન ચિંતન અને તેની ઉપાસના કરવી જોઈએ. ખાસ તો એ કે આ ધ્યેય એમને જીવનની પરિપૂર્ણતા તરફ ગતિ કરાવશે ખરું ? જો એક વાર જીવનમાં નિશ્ચિત ધ્યેય આવી જશે તો તેઓ એમની નિરંકુશ પ્રવૃત્તિઓ વિશે વિચારતા થશે.
જીવનમાં ઉંમર પ્રમાણે પણ ધ્યેયો બદલાતાં હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવવાનું ધ્યેય હોય તે સ્વાભાવિક છે. વ્યવસાયમાં સર્વોચ્ચ સિદ્ધિ હાંસલ કરવાનું ધ્યેય હોય તે સમજી શકાય તેવું છે. અમુક ઉંમરે ધર્મ-ધ્યાન કરીને કલ્યાણ સાધવાનું ધ્યેય પણ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે સદૈવ ધ્યેય’ પર ભાર મૂક્યો છે. કેટલાંક ટૂંકા ગાળાનાં ધ્યેયો હોય છે અને કેટલાંક લાંબા ગાળાનાં. આપણું પ્રત્યેક કાર્ય એ આપણા ધ્યેયને અનુરૂપ છે કે નહીં તે વિચારવું જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રનું જીવન જોઈએ તો સમજાય છે કે એમનું જીવનલક્ષ્ય મોક્ષ પ્રતિ હતું, તેથી મોક્ષ સિવાયની અન્ય બાબતોમાં એમને કોઈ