________________
રસ નહોતો. એમણે જોયું કે શતાવધાનની ચમત્કારિક સિદ્ધિ કે પછી
જ્યોતિષવિદ્યાની ક્ષમતા મોક્ષસિદ્ધિમાં ઉપકારક નથી, તો એમણે જગતને આશ્ચર્ય પમાડનારી એ સિદ્ધિઓ પ્રદર્શિત કરવાનું તત્કાળ બંધ કરી દીધું. આવી હોવી જોઈએ ધ્યેય પ્રત્યેની જાગરૂકતા.
પ્રવૃત્તિ વખતે તમારી સામે એક ધ્યેય હોવું જોઈએ. માત્ર અતિ પ્રવૃત્તિશીલ રહીને કશાય હેતુ વિના સતત કામ કરે જાઓ તેનો કશો અર્થ નથી. તમારું હૈયું લીલુંછમ રાખીને ધ્યેય પર નજર ઠેરવવી જોઈએ. એને માટે સઘળી તૈયારી હોવી જોઈએ. બહાર ભટકતા મનને જો ધ્યેય સાથે બાંધી દેવામાં આવે, તો મનની દુનિયામાં પરિવર્તન આવી જાય છે. દોડધામ કરતા મનને સવાલ કરવામાં આવે કે, “તારી આટલી બધી દોડધામમાં કેટલી દોડધામ તારા ધ્યેયની પ્રાપ્તિ માટે યોગ્ય છે અને કેટલી દોડધામ સાવ વ્યર્થ છે ?”
વ્યર્થ કે બિનજરૂરી દોડધામનું પણ એક આકર્ષણ હોય છે અને વ્યક્તિ કોઈ ક્લબનો સભ્ય બન્યા પછી રુઆબ પાડવા માટે ત્યાં વારંવાર જવાનું શરૂ કરે છે અને સમય જતાં એની પ્રવૃત્તિઓમાં એ બિનજરૂરી પ્રવૃત્તિ એવો પગપેસારો કરે છે કે એનું જીવનધ્યેય બાજુએ હઠી જાય છે અને આ બિનજરૂરી પ્રવૃત્તિ એના જીવન પર સવાર થઈ જાય છે.
મારે તમને એ કહેવું છે કે તમે તમારી એક અઠવાડિયાની પ્રવૃત્તિની નોંધ કરો અને પછી તમારા ધ્યેયને લક્ષમાં રાખીને ગત અઠવાડિયાની પ્રવૃત્તિનું વિશ્લેષણ કરો. વિચારો કે કઈ પ્રવૃત્તિ તમારા જીવનના ધ્યેયને અને જીવનની પરિપૂર્ણતાને ઉપકારક છે, કઈ પ્રવૃત્તિ વ્યવસાયને માટે આવશ્યક છે અને કઈ પ્રવૃત્તિ એવી છે કે જેનો વ્યવસાય કે જીવનધ્યેય સાથે કશો સબંધ નથી. તમારા જીવનમાંથી તમે એની બાદબાકી કરી શકો તેમ છો, પરંતુ ઝીણવટભેર જોશો તો ખ્યાલ આવશે કે આપણે મોટેભાગે ધ્યેયલક્ષી કે વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓની બાદબાકી કરીએ છીએ અને વ્યર્થ કે જીવનધ્યેયથી વિપરીત એવી પ્રવૃત્તિઓના સરવાળા કરીએ છીએ.
અહીં માનવી એની પાસેની સૌથી અમૂલ્ય મૂડી સમાન સમયને સાવ તુચ્છ હોય તેમ વ્યર્થ વેડફી નાખે છે. એની પાસે એના જીવનનું ધ્યેય હોય છે, પરંતુ એના જીવનમાં બને છે એવું કે ધ્યેય સિવાયની બીજી જ બાબતોમાં એનો સઘળો સમય વ્યતીત થઈ જાય છે. ચિત્રકલામાં પોતાની રુચિ અને આવડત જોઈને શર્મિષ્ઠાને થયું કે એને ચિત્રકાર બનવું છે.
પરમનો સ્પર્શ ૧૫૭