________________
૧૫૮ પરમનો સ્પર્શ
એણે ચિત્રકલાના વર્ગો ભર્યા. થોડાં ચિત્રો બનાવ્યાં, પરંતુ એ પછી એના જીવનમાં વ્યાવહારિક પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ કે એણે સર્જેલાં ચિત્રો ભૂતકાલીન કલાના અવશેષો બની રહ્યાં.
તમને મળતી ઘણી વ્યક્તિઓ એમ કહેતી હશે કે સિતારનો ખૂબ શોખ હોવાથી વિદ્યાર્થી-અવસ્થામાં મેં સિતાર શીખવાનો પ્રારંભ કર્યો હતો. થોડું શીખી પણ ખરી, પરંતુ એ પછી આગળ વધવાનું છોડી દીધું. આવી પરિસ્થિતિનું કારણ માત્ર ધ્યેય તરફની નિષ્ઠાનો અભાવ જ નથી, પોતાના સમયને વ્યર્થ બાબતોમાં વેડફી નાખવાનો સ્વભાવ પણ છે.
એવી કેટલીય વ્યક્તિઓને હું જાણું છું કે જેઓ ટેલિવિઝન-સેટ પાસે બેસીને સાંજના દોઢ-બે કલાક પસાર કરે છે. એ કરે છે શું ? એ એક "જ ચૅનલ કરે. બે-ચાર મિનિટ જુએ અને પછી “બકવાસ છે” એમ મનમાં
બોલીને બીજી ચેનલ જુએ છે. વળી થોડી મિનિટ પછી એ ત્રીજી ચેનલ જોશે. એ ફિલ્મની ચૅનલ જોશે, તો વળી એ મ્યુઝિકની ચૅનલ પણ જોશે. વળી મન થાય તો સમાચારની ચેનલ પર નજર નાખશે. આમ દોઢેક કલાક સુધી દીર્ઘ ‘ચૅનલ-ભ્રમણ’ કર્યા પછી મનમાં કહેશે કે આ ટેલિવિઝનમાં તો કંઈ આવતું નથી અને આ રીતે રોજેરોજ ચૅનલોના ઠેકડા લગાવીને પોતાનો સમય બરબાદ કરે છે.
ટેલિવિઝન પર આવતી સામાજિક ધારાવાહિક જોનારને તમે એ વિશેનો અભિપ્રાય પૂછજો તો એ કહેશે કે એમાં કોઈ ઠેકાણું હોતું નથી. જોકે એ એકે ધારાવાહિક છોડતા નથી. એ ધારાવાહિકને રજૂ કરનારાઓ વાતને લંબાવીને કે ચગાવીને રજૂ કરીને માત્ર છેલ્લે જિજ્ઞાસા જાગે એવી ઘટના મૂકીને પૂરી કરે છે, જેથી સાવ સામાન્ય એવી ધારાવાહિકનો પછીનો હપતો જોવા દર્શકો આતુર રહે. આમાં કરુણતા એ છે કે ધારાવાહિકનો આખોય હપતો સાવ સામાન્ય લાગ્યો હોય તો પણ એ ધારાવાહિક જોવાનું છોડતા નથી !
એવાં અનેક યુવક-યુવતીઓને હું ઓળખું છું કે જેઓ દિવસના ત્રણેક કલાક કમ્યુટર ગેઇમ્સ પાછળ પસાર કરે છે. કયૂટર ગેઇમ્સ પાછળ બાળકો એટલાં બધાં દીવાના બની ગયાં છે કે હવે એમને ઘરની બહાર જઈને ખેલકૂદ કરવાની તક મળતી નથી અને જો તક હોય તો કયૂટર ગેઇમ્સ છોડીને જવાની ઇચ્છા થતી નથી.
આને માટે ખરી જરૂર આયોજનની છે. અમુક ચૅનલના અમુક કાર્યક્રમો