________________
20
Jdh≥ [lo±èh &6b
હોય તો જ તુલસીદાસ‘રામચરિતમાનસ' રચી શકે. સમગ્ર ચિત્તનું ‘ફોકસ' સ્વપ્નસિદ્ધિ પ્રતિ હોવું જોઈએ. આને પરિણામે ઉપાસકના વ્યવહારજીવનમાં આવતી મુશ્કેલીઓ એને અવરોધરૂપ લાગતી નથી ને અટકાવનારી બનતી નથી, બલ્કે એના લક્ષ્યનિર્ધારને વધુ પ્રબળ બનાવે છે. પોતાના આધ્યાત્મિક સ્વપ્નને સિદ્ધ કરતી વખતે ભૌતિક વિટંબણાઓ અને આધ્યાત્મિક પ્રશ્નાર્થો આવ્યા કરશે, પરંતુ આ બધા દ્વારા અંતે તો પોતે નિશ્ચયને ખડક સમાન દૃઢ અને વધુ મજબૂત બનાવે છે.
ભાનિક વનમાં કે સંસારવ્યવહારની બાબતોમાં તમે એક ધ્યેય લઈને નીકળશો, ત્યારે માર્ગમાં વળી બીજું ધ્યેય તમારી સામે આવીને ઊભું રહેશે. વળી કોઈ લાલચ પણ આવે કે જે તમને આ ધ્યેયથી વિમુખ થવા માટે પ્રેરિત કરતી હોય અથવા તો એ ધ્યેય છોડીને બીજું ધ્યેય અપનાવવાનું પ્રલોભન આપતી હોય. આવે સમયે તમારે તમારા ચિત્ત પર લગામ રાખવી પડે છે, મુખ્ય ધ્યેય સરી પડે નહિ કે ગૌણ બની જાય નહીં, તેનું ધ્યાન રાખવું પડે છે.
વળી તમે જે ધ્યેય રાખ્યું હોય છે, તેનાથી વિરુદ્ધની બાબતો ક્યારેક તમને દોરતી હોય છે. ધ્યેયસિદ્ધિ માટે પોઝિટિવ વિચાર જરૂરી છે. જો મનમાં પૉઝિટિવ વિચાર ન હોય તો નકારાત્મક વિચારો અને વલણો આસાનીથી તમારા ચિત્ત પર પ્રભુત્વ મેળવી લેશે અને સંકલ્પને ડગાવીને જમીનઇસ્ત કરી નાખશે. ક્યારેક શારીરિક, સાંસારિક, માનસિક કે અન્ય ભયને કારણે વ્યક્તિ ધ્યેય છોડવાનું વિચારતી હોય છે. ભગવાન મહાવીરના પરમ ભક્ત કામદેવ શ્રાવકને કેટલો બધો ભય પમાડવામાં આવ્યો, પરંતુ કામદેવ શ્રાવક એની ભક્તિમાંથી સહેજેય ચલિત પર્યો નહિ. રાજા રામ મોહનરાય કે ઈચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજસુધારકોને કેટલી બધી આપત્તિનો સામનો કરવાનો આવ્યો ! એમના પર જીવલેણ હુમલો થયો, પરંતુ તેઓ એમાંથી સહેજે ડગ્યા નહિ. મહાત્મા ગાંધીજી પર અંગ્રેજ સ૨કારે જુલમ કરવામાં ક્યાં કંઈ બાકી રાખ્યું હતું, છતાં એ એમના મતમાં
અડગ રહ્યા.
ક્યારેક વ્યક્તિ પોતાનું આધ્યાત્મિક ધ્યેય નિશ્ચિત કરે છે, પણ પછી એના મનમાં થોડી વિધા રહ્યા કરે છે. એ વિચારે છે કે પોતે નક્ક કરેલું ધ્યેય યોગ્ય કે બરાબર લાગતું નથી. પરિણામે એ પોતાની ધ્યેયસિદ્ધિના માર્ગમાં ક્યાંક થોડીક મુશ્કેલી અનુભવે એટલે તરત જ એનું દ્વિધાગ્રસ્ત
|_