________________
મન દોલાયમાન થવા લાગશે. એની શંકા એની સામે આવીને ઊભી રહેશે અને કહેશે કે “મેં તો તને મંગલાચરણ સમયે જ કહ્યું હતું કે તારું ધ્યેય જ ખોટું છે. હવે સમજાયું ને ! વાર્યો ન માને તે હાર્યો માને, ખરું ને! આમ જો ધ્યેયમાં અશ્રદ્ધા હોય, સહેજેય સંશય હોય તો વ્યક્તિ કશું વિશેષ કરી શકતી નથી. વળી આ ધ્યેય સિદ્ધ કરતી વખતે એવી પણ ઘટનાઓ બને છે કે જેનાથી ઘોર હતાશા જાગે છે અને આ ધ્યેય ત્યાગ કરવાનું મન થાય, નિશ્ચિત કરેલા ધ્યેયને વિશે સર્વગ્રાહી વિચાર કરવો જોઈએ. એની યથાર્થતા વિશે જાગેલી શંકાનું ગુરુ કે ગ્રંથ પાસેથી સમાધાન મેળવવું જોઈએ. જો દ્વિધા સાથે ધ્યેયસિદ્ધિના માર્ગે જઈએ, તો બાવાનાં બેઉ બગડ્યા જેવું થાય.
આધ્યાત્મિક જીવનમાં ક્યારેક એવું પણ લાગે કે આટલા બધા અથાગ પ્રયત્નો કર્યા છતાં હજી કેમ પરમના સ્પર્શની અનુભૂતિ થતી નથી ? જીવનમાં આ આટલું બધું છોડ્યું, છતાં હજી કેમ ઈશ્વરનો કોઈ અણસાર પ્રાપ્ત થતો નથી ? આવી હતાશા ક્ષણિક હોય તે બરાબર, પરંતુ એ સદાયની બની જાય તો મોટી આફત સર્જે. વ્યક્તિ ધ્યેયથી ચલિત થઈને હતાશ બની જાય. હતાશા એને વધુ ને વધુ ઊંડી ખાઈમાં ગબડાવ્યે રાખે અને પરિણામે એ પોતાના ધ્યેયથી દૂર ને દૂર ચાલ્યો જાય.
અધ્યાત્મમાર્ગ તરફની ગતિ એટલે એક વિરાટ સાહસ. અજ્ઞાત ભૂમિ અને અજાણ જીવન પ્રતિ એક સબળ છલાંગ. એમાં સાંસારિક આકર્ષણોના માહોલમાંથી ઊંચે ઊઠીને સર્વસંગ-ત્યાગથી પરમનો સ્પર્શ પામવાની અદમ્ય ઝંખના હોય છે. આ આધ્યાત્મિક સાહસ ઘણી સજ્જતા માગે છે. આથી | જેને અધ્યાત્મનો પાકો રંગ લાગ્યો હશે, એ જ સાધક એ માર્ગે આગળ પ્રયાણ કરશે. મોટા ભાગની વ્યક્તિઓ અધ્યાત્મના કાંટાળા પંથે થોડું ચાલતાં અને કાંટા વાગતાં પાછા ફરે છે. આનું કારણ એ છે કે આ છલાંગ છે – જ્ઞાતમાંથી અજ્ઞાત તરફની એક અતિ મુશ્કેલ છલાંગ.
એક વાર મહાત્મા હસન નદીકિનારે બેઠા હતા અને એમણે જોયું તો એક કૂતરો પાણી ભરેલા ખાબોચિયાને કૂદીને પાર કરવા પ્રયત્ન કરતો હતો. એ જોરથી દોડ્યો, પરંતુ ખાબોચિયાની નજીક આવતાં કૂતરો અટકી ગયો અને પાછો ફરી ગયો. એ પછી એણે બીજી વાર પ્રયત્ન કર્યો. બીજી વાર પણ એવું જ બન્યું. છેક ખાબોચિયા પાસે જઈને એ પાછો વળી ગયો; પરંતુ કૂતરો એમ હારી ખાય તેવો નહોતો, આથી એણે ત્રીજી
પરમનો સ્પર્શ ૧૭૫