________________
990
Jdhe (lok≥h Śbb
ધરાવનારાઓ દંભી શ્રદ્ધાવાન કરતાં વધુ સાદિલ હોય છે. એમને ક્યાંય શ્રદ્ધા હોતી નથી, પરંતુ આ અશ્રદ્ધાની ચિકિત્સા કરવાની પણ જરૂર છે. પાક વ્યક્તિ પોતાની સ્વાર્થ સિદ્ધિ માટે ઈશ્વરને દાવ પર લગાવતી હોય છે. આવી રીતે ઈશ્વર સાથે ત્રાગું કરનારા ઘણા લોકો અશ્રદ્ધાવાન બની જતા હોય છે. પોતાનું કાર્ય સિદ્ધ ન થયું, તેથી ઈંશ્વરને અ-સિદ્ધ ઠેરવે છે !
બીજા કેટલાક અગ્રહાવાન એવા હોય છે કે જેઓ બાપ્રવૃત્તિમાં એટલા બધા ગળાડૂબ હોય છે કે એમને એમાંથી બહાર નીકળીને આત્મચિંતન કરવાનો સહેજું અવકાશ મળતો નથી. અતિ પ્રવૃત્તિશીલને એમ લાગે કે પ્રવૃત્તિઓની રફતાર જ એટલી બધી છે કે પૂરી થતી નથી. આવી વ્યક્તિ સત્તત થયેલી પ્રવૃત્તિ અને બાકીની પ્રવૃત્તિ, કરેલાં કાર્યો અને બાકી રહેલાં કામો વચ્ચે ઘડિયાળના લોલકની પેઠે આમતેમ ઘૂમતી હોય છે. પોતે અત્યંત ‘બિઝી’ હોવાનું કહીને બીજી સઘળી બાબતની બાદબાકી કરતી હોય છે. પરિણામે એના જીવનમાંથી આંતરિક કે આધ્યાત્મિક અનુભવની જ બાદબાકી થઈ જતી હોય છે ત્યાં વળી ઈશ્વરથહાના સરવાળાની વાત કેવી ?
આમાં એક પ્રકાર ફૅશનેબલ’ અશ્રદ્ધાવાનોનો છે. એ આધુનિક વિચારને અનુસરતા હોવાનો આડંબર કરવા માટે ઈશ્વરના અસ્તિત્વનો ધરાર ઇન્કાર કરે છે, પરંતુ પોતાના વન-વ્યવહારમાં સામાન્ય રૂઢિઓનું પણ પાલન કરતા હોય છે. પોતે પ્રખર વૈચારિક છે. અને ઈશ્વર-ફિચર જેવી બાબતોમાં સહેજે માનતા નથી એમ દર્શાવવા પ્રયાસ કરે છે ખરા, પરંતુ જીવનની કટોકટીની ક્ષણે કે સામાજિક પ્રસંગોએ એનો આશરો લેતાં પણ અચકાતા નથી. એમનો આ આડંબર આપત્તિ આવે નહીં, ત્યાં સુધી સચવાય છે. આપત્તિ આવતાં એમના વિચારના પાયા ધ્રૂજી ઊઠે છે ને તેઓ પરાણે ઈશ્વરને શરણે જાય છે.
મુખ્યત્વે તો મોટા ભાગના અયહોવાનો ક્યારેય ધર્મગ્રંથ કે આત્માનુભૂતિ સુધી જતા નથી. ઘણી વાર એમનું અજ્ઞાન એ અશ્રદ્ધાનું કારણ હોય છે. કોઈ ધર્મગ્રંથનું એકાદ વાય લઈને એનો મર્મ પારખ્યા વિના કે સંદર્ભ સમજ્યા વિના એની રાતદિવસ ટીકા કરનારાઓની જમાત ઓછી નથી. એમનું દુર્ભાગ્ય એટલું કે તેઓ આ જ્ઞાનવાર્તાથી દૂર રહે છે અને ધર્મગ્રંથોની ભીતરમાં રહેલા અધ્યાત્મ અનુભવ સુધી પહોંચી શક્યા
|_