________________
છે. મૃત્યુ બાદના પ્રેતભોજનમાં કે શ્રાદ્ધમાં પણ વ્યક્તિઓની આસ્થા કેટલી બધી જડ અને દૃઢ રીતે રોપાયેલી હોય છે. અંધશ્રદ્ધા જીવંતતાનો નહીં, બલ્ક જડતાનો શ્વાસ લેતી હોય છે. કોઈ એનો વિરોધ કરે, તો એની સામે તર્કપૂર્ણ દલીલ કરવાને બદલે વિરોધીઓનો ઉપહાસ કરે છે. એની પાસે મજાક, ઉપહાસ કે ગતાનુગતિક પરંપરા સિવાય કોઈ ઉત્તર હોતો નથી. આપણા દેશમાં ગરીબોને ગરીબીમાં જ નહીં, પણ દેવાના ડુંગર તળે દબાવીને, એમનાં હાડ-માંસ ચૂસતી આવી અંધશ્રદ્ધાઓ હજી ઘણી કોમમાં અકબંધ રીતે પાળવામાં આવે છે.
ચોથી શ્રદ્ધા છે ક્ષણિક શ્રદ્ધા. જીવનમાં કોઈ શ્રદ્ધાની આધારશિલા હોય નહીં, પરંતુ ક્વચિત્ એકાદ કાર્યસિદ્ધિ કાજે વ્યક્તિ ક્ષણભર શ્રદ્ધાવાન ઉપાસક બને છે. આ શ્રદ્ધાની પાછળ કોઈ સાધના, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ કે અધ્યાત્મની અનુભૂતિનું બળ હોતું નથી, માત્ર અલ્પકાલીન હોય છે. આવી ક્ષણિક શ્રદ્ધામાં જો કાર્યસિદ્ધિ ન થાય તો એ શ્રદ્ધાને ચિત્ત-વટો આપે છે. એને માટે તત્કાળ કાર્યસિદ્ધિ જ મહત્ત્વની હોય છે અને તેટલા ટૂંકા ગાળા માટે એ ક્યાંક પોતાની શ્રદ્ધા રોપ-આરોપે છે. આમાં વ્યક્તિ પોતાની હેતુસિદ્ધિ માટે ઈશ્વરની કસોટી કરે છે ! સામાન્ય રીતે ઈશ્વર, ભક્તની - ભક્તિની કસોટી કરે છે, પણ આ શ્રદ્ધામાં દંભી ભક્ત ઈશ્વરની શક્તિની અગ્નિપરીક્ષા કરે છે અને તે પણ પોતાની ભૌતિક પ્રાપ્તિ માટે.
જો એક દેવ એની આપત્તિ દૂર ન કરે તો તરત જ એ બીજા વિઘ્નહર્તા દેવ પાસે દોડી જશે. આમાં એક વાર કોઈ વિઘ્નહર્તા દેવ એને શેરબજારની કે ઇન્કમટૅક્સની મુશ્કેલીમાંથી ઉગારી લે તો બસ, પછી એ દેવને પોતાની સંપત્તિથી માલામાલ કરી દેવાનો વિચાર કરે છે. એણે મારો સ્વાર્થ સિદ્ધ કર્યો, મને કપરી મુશ્કેલીમાંથી ઉગારી લીધો, તેથી મારે એના પર સંપત્તિની મહેર વરસાવવી, એવી સ્થળ નફાલક્ષી બુદ્ધિ હોય છે. આવી શ્રદ્ધાના મૂળમાં કોઈ સમજ નહીં, પણ સંકુચિત સ્વ-અર્થ રહેલો હોય છે. પુત્રની પ્રાપ્તિ થતી ન હોય અને કોઈ દેવદર્શનથી કે તીર્થયાત્રાથી સંતાનપ્રાપ્તિ થાય તો એના પર એ વારી જાય છે. અહીં શ્રદ્ધા એ સોદો છે. સોદો પૂરો થાય એટલે બધું સમાપ્ત થઈ જાય છે. ઈશ્વર સાથેનો બધો હિસાબ-કિતાબ પૂરો ! સોદો પાર પડે, તો સંબંધ રાખવાનો; નિષ્ફળ જાય તો એ ઈશ્વરને કોરાણે મૂકવાના !
શ્રદ્ધાનો પાંચમો પ્રકાર છે અશ્રદ્ધાવાનનો. જોકે આવી અશ્રદ્ધા
પરમનો સ્પર્શ ૧૧૫
(૯)