________________
કરવાની જરૂર છે. આપણે દુન્યવી ભૌતિકતાની કે ઉચ્ચ આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ, કિંતુ આ છલાંગનો, આ હરણફાળનો ક્યારેય વિચાર કરતા નથી. હકીકતમાં પ્રત્યેક ધર્મનું કાર્ય છે તમને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં છલાંગ મારવા માટે પ્રેરિત કરવાનું. ધર્મગ્રંથોનો પણ પહેલો અને મહત્ત્વનો આદર્શ તો એ છે કે માનવી જીવનની વિલાસિતાની વ્યર્થતાને ઓળખે અને છલાંગ મારીને વૈરાગ્ય પ્રતિ પોતાની જીવન નૌકાને લાંગરે.
એને માત્ર ઇંદ્રિયની ભ્રામક્તા જ સમજાતી નથી; પરંતુ એની પાછળની વ્યર્થતાને એ ઓળખે છે. એ વિચારે છે કે સ્વાદની પાછળ આટલું બધું દોડ્યો, મેવા-મીઠાઈ અને ફાસ્ટ-ફૂડ આરોગ્યાં, પણ અંતે શું મળ્યું ? એને ખ્યાલ આવે છે કે અંતે તો એના શરીરને જીવલેણ વ્યાધિની પ્રાપ્તિ થઈ. યુવાનીમાં ઇંદ્રિયોની વાસનાની પાછળ ખૂબ ઘેલો બન્યો; પરંતુ સમય જતાં વિચારશે કે આ વાસનાઓએ વેદના આપી અને જે ઇંદ્રિયોના સુખ પાછળ એ દોડતો હતો, એ ઇંદ્રિયો જ સ્વયં જીર્ણ અને દુર્બળ બની ગઈ !
આખી જિંદગી કોઈની નિંદા સાંભળવામાં ઊંડો રસ લીધો હતો; પરંતુ એને કશું થયું નહીં, પણ માત્ર નિંદા સાંભળી-સાંભળીને પોતાના કાન અને પોતાનું ચિત્ત કલુષિત થયાં. જે મુલાયમ સ્પર્શની ખેવનામાં એ ખુવાર થયો, એ સ્પર્શે એને શું આપ્યું ? આ રીતે એને ખ્યાલ આવે છે કે ઇંદ્રિયો માણસના મનને, શરીરને અને જીવનને પોતાની પાછળ આકર્ષે છે; પરંતુ જો માણસ એનો સરવાળો કરવા બેસે તો ખ્યાલ આવે | કે એ તો હતો ત્યાંનો ત્યાં જ છે, ઠેરનો ઠેર છે; કારણ એટલું કે ઇંદ્રિયો રૂપી પાંચેય અશ્વોએ એને આમતેમ દોડાવ્યે રાખ્યો પણ એના જીવનનો રથ તો જ્યાં હતો ત્યાં જ રહ્યો. એ જીવનરથે સહેજે ગતિ કે પ્ર-ગતિ કરી નહીં.
આનો અર્થ એવો નથી કે આપણે કાન, આંખ, જીભ કે ત્વચાની સદંતર ઉપેક્ષા કરવી જોઈએ. એનો અર્થ એવો પણ નથી કે જે શરીરમાં આ ઇંદ્રિયો વાસ કરે છે, એ શરીર પાપભૂમિ છે અથવા તો ઘોર ઉપેક્ષાને યોગ્ય છે કે નરકની ખાણ છે. ઘણા સાધકો આવી ગંભીર ભૂલ કરી બેસે છે અને તેને પરિણામે શરીરની કરાતી ઘોર ઉપેક્ષા એમના શરીરમાં અનેક વ્યાધિઓને નિમંત્રણ આપે છે અથવા તો એ શરીર અકાળે કે
પરમનો સ્પર્શ ૧૦૯