________________
આજ્ઞા એ તમારા બાહ્ય જીવનનું નિયમન કરશે. આથી તો ‘અપ્પા સો પરમપ્પા' એટલે કે “આત્મા એ જ પરમાત્મા છે” એમ કહેવાયું છે. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, “જેમ કેરીની ગોટલીમાં આંબાનું વિશાળ વૃક્ષ સમાયેલું છે, એ જ રીતે મનુષ્યના આત્મામાં વિરાટ પરમાત્મા સમાયેલો છે.” આ કારણે જ વર્તમાન સમયમાં સ્વામી રામતીર્થે ઘોષણા કરતાં કહ્યું, “આત્મતત્ત્વને પ્રાપ્ત કરનાર જ અખિલ વિશ્વનો સ્વામી બને છે.”
૧૧૮ પરમનો સ્પર્શ.