________________
આવી લોભવૃત્તિએ આજે માણસને લાલચુ બનાવી દીધો છે. અને એ લાલચ એવી હાનિકારક છે કે જ્યાં માનવી એના આત્મગૌરવને કે ઈમાનદારીને હોડમાં મૂકતાં અચકાતો નથી. આથી પરમ પ્રત્યે ગતિ કરનારે. પહેલો ચોકીપહેરો તો લોભવૃત્તિ પર રાખવો પડે. લોભ પર ચોકીપહેરો આવશે એટલે આપોઆપ કેટલાંક અનિષ્ટોથી વ્યક્તિ દૂર રહેશે. પ્રપંચો એને નાપસંદ થશે અને એના હૃદયના ભાવોમાં પવિત્રતા જાગશે. - સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રારંભિક સાધનાના દિવસોમાં એક સગૃહસ્થ આવીને કહ્યું કે “મહારાજ, આપ મારા પર જરૂર પ્રસન્ન થશો, કારણ કે આપના માટે હું એક નવી લંગોટી લાવ્યો છું.” ત્યારે એના ઉત્તરમાં ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક સ્વામી દયાનંદ સરસ્વતીએ કહ્યું, “ભાઈ, તારી વાતથી હું પ્રસન્ન થયો નથી, પરંતુ અપ્રસન્ન થયો છું. આ એક જ લંગોટી ભારરૂપ છે, ત્યાં વળી નવી લંગોટીની નવી ઉપાધિ શા માટે ? તારી ઉમદા ભાવનાનો સ્વીકાર કરું છું, પરંતુ લંગોટીનો નહીં, જેવી એ લાવ્યો તેવી જ પાછી લઈ જા.”
સંતોષની ભાવના એક અર્થમાં કહીએ તો લોભથી બચાવે છે. આને માટે કરવું શું જોઈએ ? આને માટે વ્યક્તિએ હિંમત કેળવવી જોઈએ કે, “મારે માટે આટલું બસ છે.” જે આટલું બસ છે એમ કહી શકે છે, એને કોઈના વશમાં રહેવું પડતું નથી કે કોઈની તાબેદારી સ્વીકારવી પડતી
૨૨૨ પરમનો સ્પર્શ
નથી.
RO