________________
ચીજવસ્તુઓની ચાહના નહીં રાખે.
ત્રણેય લોકના સ્વામી સમાન ઈશ્વર મળ્યા હોય, તો એની પાસે ક્ષણિક નહીં, પણ શાશ્વત વસ્તુ માગવાની હોય. જીવનની એક મુશ્કેલીમાંથી પાર ઉતારે એવું નહીં, પરંતુ સઘળી આવનારી મુશ્કેલીઓમાંથી પણ પાર ઉતારી “પેલે પાર'ની પ્રસન્નતા માગવાની હોય. સાધક એની પાસે આંતરપ્રકાશ માગશે. જે સદૈવ અંધકારને અળગો રાખે છે. સાધક એની પાસે વિવેક માગશે કે જેનાથી એ ખોટે માર્ગે જઈને ખત્તાં ખાવાને બદલે સત્ય માર્ગ પામીને સરળતાથી આગળ વધી શકે. સાધકની માગણી તો જીવનની તમામ પરિસ્થિતિઓમાં ટકી રહે એવી પ્રસન્નતાની હોય છે. ભૌતિક ચીજવસ્તુઓના વળગણમાંથી મુક્ત થઈને એ આધ્યાત્મિક ઝંખના સાથે ધબકતો હોય છે. આ ઈશ્વર ભૌતિક સિદ્ધિ ઠાલવતા નથી, આશ્ચર્યકારી બાહ્ય ચમત્કારો સર્જતા નથી, પ્રવર્તમાન સંજોગોને ઊલટપલટ કરી દેતા નથી, પરંતુ એ બધા કરતાંય મૂલ્યવાન એવી આંતરસમૃદ્ધિ બક્ષે છે. જેને કોઈ છીનવી શકતું નથી અને ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સરળ બનાવતો સત્યનો પ્રકાશ આપે છે.
QE
પરમનો સ્પર્શ ૯૯
પરમનો સ્પર્શ ૯૯
જ
|