________________
એ પોતે અન્યને સારા દેખાય એવો આડંબર કરીને જીવવામાં પોતાનું આખું જીવન ઘસી નાખે છે. એનું જીવન બીજાની દૃષ્ટિએ ચાલતું હોય છે, બીજાના આયોજન પ્રમાણે આકાર લેતું હોય છે અને પરિણામે તમે દર્પણ સામે રહીને તમારો ચહેરો જુઓ છો, પરંતુ હકીકતે એ બીજાનો ચહેરો હોય છે. તમારો અસલી ચહેરો ખોવાઈ ગયો હોય છે અને પછી નકલી ચહેરાને જાળવવાની નિષ્ફળ કોશિશ થાય છે.
આનો અર્થ એ કે તમે તમારી જાતને સમર્પિત નથી, પરંતુ જગતને સમર્પિત છો. તમારી જિંદગીને તમારા સંજોગો પ્રમાણે ઘાટ આપો છો, તમે જિંદગીના સંજોગોને ઘાટ આપતા નથી. પરિણામ એ આવે છે કે આપણે બીજાની દૃષ્ટિએ જોવા જતાં આપણાં અંતઃકરણને ભૂલી જઈએ છીએ. લોકો આપણે વિશે શું વિચારે છે તે જોઈએ છીએ, પણ આપણો અંતરાત્મા ખરેખર આ વિશે શું વિચારે છે એ અંગે વિચારતા નથી. બીજાની દૃષ્ટિએ, બીજાના વિચારે કે ગાડરિયા પ્રવાહને જોઈને જીવનાર માણસ પાસે પોતાનું કોઈ ધ્યેય હોતું નથી અને ધ્યેયને અભાવે એનામાં કામની ધગશ, સાદી માન્યતા માટે માથું મૂકવાની શક્તિ કે અવિચલ પ્રતિબદ્ધતા હોતી નથી. મહાત્મા ગાંધીએ પોતાના આત્માના અવાજને અનુસરવાનું નક્કી કર્યું. આને માટે એમને અનેક પડકારો સહન કરવા પડ્યા. જગતની પ્રત્યેક મહાન વિભૂતિએ – પછી તે રામ હોય, મહાવીર હોય. બુદ્ધ હોય કે ઈશુ ખ્રિસ્ત હોય – પોતાનો પંથ પોતાની જાતે કંડાર્યો
–
છે .
આવે સમયે એવું પણ બને કે ઘણી વાર ‘એકલો જાને રે'ની પરિસ્થિતિ ઊભી થાય. પણ તેમ છતાં એણે કશીય પરવા કર્યા વિના એકલા જવાનું પસંદ કર્યું હોય છે, એકલવીર બનીને ચાલવા જતાં અનેક આફતો આવે છે. કેટલીય મુશ્કેલીઓ સહન કરવી પડે છે. કેટલાય લોકો મજાક કરે છું અને વિરોધીઓ પ્રાણહારક હુમલો પણ કરે છે. આમ છતાં આવી વ્યક્તિઓ એના મજબૂત નિર્ધારમાંથી સહેજે પાછી પડતી નથી. આનું કારણ શું ? આનું કારણ એ કે જેની પાસે ધ્યેય છે એની પાસે સંકલ્પનું બળ, જાય અને તમના હોય છે.
જીવનમાં ધ્યેય રાખીને વ્યક્તિ પ્રયાણ કરે તો તે હંમેરાં સફળ થાય છે. માત્ર એટલું કે એનું આ ધ્યેય પોતાની સુખ-સમૃદ્ધિને વધારવા માટેનું નહીં, પરંતુ સત્કાર્યમય અને સત્યમય હોવું જોઈએ. મીરાંએ કેવો નવો
પરમનો સ્પર્શ ૧૮૯
0