________________
શરણું લેનારો, આવે વખતે એકાએક ધસમસતો ઈશ્વરના શરણે પહોંચીને સાષ્ટાંગ દંડવત્ કરે છે. ઈશ્વરે એને પહેલાં વ્યર્થ ફાંફાં મારતો, દાવ ખેલતો, તરકટો કરતો અને બડાઈ લગાવતો જોયો હતો અને હવે એ પશ્ચાત્તાપ સાથે શરણે આવેલો જુએ છે ! ત્યારે એ ઈશ્વરને શું થતું હશે? એના મનોભાવ કેવા હશે ? ચહેરા પર કેવી વ્યથા હશે ? કેવો વિષાદ હશે ?
“માંડૂક્ય ઉપનિષદ’ અને ‘બૃહદારણ્યક'માં ઈશ્વરને ‘અંતર્યામી’ કહ્યા છે. આ અંતર્યામી એના ‘ઉપાસક'ના આવા કાચિંડાના રંગની માફક પલટાતા મનોભાવોના આટાપાટા જોઈને શું વિચારતો હશે? એ આ વિશે ઝાઝું વિચારતો નથી. માણસના એ પેંતરા પ્રત્યે વિશેષ લક્ષ આપતો નથી. એક સમયે કરેલાં અહંકારભર્યા ઉચ્ચારણોને માટે એને ક્ષમા કરી દે છે, કારણ એટલું જ કે એ “પરમેશ્વર' છે. “જીવના અંતર્યામી’ તરીકે એનું એ સ્વરૂપ છે અને તેથી જ પેલાં અંધકારભર્યા કૃત્યોને ઉપનિષદની આ પરમજ્યોતિ હળવાશથી લે છે. નહીંતર માનવીએ અહમુથી ફુલાઈ જઈને એ જ્યોતિ સામે જે ઉત્પાતો અને અણછાજતા આક્ષેપો કર્યા તે સામે એને ઘણું-ઘણું કહેવાનું હોય, ઠપકો આપવાનો હોય, સજા જાહેર કરવાની હોય પશ્ચાત્તાપ ન કરે ત્યાં સુધી બંધનમાં રાખવાનો હોય; કિંતુ ઈશ્વર એને સજા કરવાને બદલે એની વૃત્તિ-લીલા જોઈને હળવો વિનોદ માણી લે છે !
પહેલાં એ વ્યક્તિ ‘શકટનો ભાર જેમ શ્વાન તાણે” એની માફક ‘હું કરું હું કરું' એવી એવી અજ્ઞાનતાથી ચાલતો હતો, હવે એની “હું કરું'ની અહમુજન્ય અજ્ઞાનતા અળગી થાય છે. હવે એને સૂઝે છે કે મેં કરેલી સઘળી યોજનાઓ અને આયોજનોનો કશો અર્થ નથી. મારે તો એ ઈશ્વરની જ પરમ યોજનાઓ અને આયોજનોને જાણવાની જરૂર હતી. એ જ યોજના કરે છે અને એ જ અમલ કરાવે છે તો પછી એ ઈશ્વરની સાથે, પરમની સાથે ભાગીદારી કરવાને બદલે એકલો ધંધો શાને માંડ્યો હતો ?
ભક્તોનાં જીવન જોઈશું તો એમના જીવનકાર્યમાં કોઈ નકશાની રીતિની યોજના હોતી નથી. પરમ સિવાય અન્ય કોઈની પ્રાપ્તિની એની યાચના હોતી નથી. તેઓ કોઈ યોજના ઘડતા નથી અને છતાં સઘળું આપોઆપ થતું જતું હોય છે. મધ્યકાલીન ભક્તો અને અર્વાચીન સંતોના
પરમનો સ્પર્શ ૫