________________
હોય છે, ત્યાં મનમાં આવા પરંપરાપ્રાપ્ત કેટલાક ખોટા સંસ્કાર, વહેમો અને રૂઢિઓ લઈને જઈએ તો શું થાય ?
માનવી અમુક કંઠીઓ બાંધીને ચાલતો હોય છે. એમાં પણ એ ઘણી વાર સંપ્રદાયની ચુસ્તતામાં ફસાઈ જાય છે. પછી એ આગળ-પાછળ કશું જોતો નથી; બલકે, અન્ય સંપ્રદાયના અનુયાયીઓને ધિક્કારે છે અથવા તો મિથ્યાત્વી કહીને આઘા હડસેલે છે. આમ પાંજરામાં પુરાયેલા પોપટ જેવી એની હાલત હોય છે. આ સઘળું બહાર કાઢીને સાધકે એનું હૃદય ખાલી કરવાનું હોય છે.
મનુષ્યજીવનની સામાન્ય ગતિ એ અહંકારવૃદ્ધિની છે. એ પોતાનો અહંકાર સતત વૃદ્ધિ પામતો રહે તેવા માર્ગે જતો હોય છે. મારી પાસે આટલી વિશાળ સત્તા છે કે મારી પાસે આટલી અઢળક સમૃદ્ધિ છે અથવા તો મારા જેવો કલાનો નિષ્ણાત બીજો કોઈ નથી એવો અહંકાર એ ધારણ કરતો હોય છે. સમય જતાં એના ધનભંડાર પર એ ફેણ માંડીને નાગની જેમ બેસે છે. એની સત્તાની વૃદ્ધિ અહંકારવૃદ્ધિમાં પરિણમે છે અને એનું જ્ઞાન ગર્વનું કારણ બનીને નવીન જ્ઞાન મેળવતું બંધ થઈ જાય છે. આવા અહંકારનું વિસર્જન થાય, તો જ એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે; પરંતુ એ અહંકારને પકડવો જ જ્યાં મુશ્કેલ છે, ત્યાં એનું વિસર્જન કરવું એ અતિ વિકટ કાર્ય છે.
અમાસની ઘનઘોર કાળી રાત હોય, ક્યાંય લેશમાત્ર પ્રકાશ દૃષ્ટિગોચર થતો ન હોય અને આવી કાળી રાતે કાળા વસ્ત્ર પર કાળી કીડી ફરતી હોય તો શું થાય ? એને શોધવી મુશ્કેલ બને. એ જ રીતે સામાન્ય મનુષ્ય પોતાના અહમનો સરળતાથી તાગ મેળવી શકતો નથી. સાધકે તો અહંકારશુન્ય બનવાનું છે અને અહીં શુન્ય બનીને જ એણે પૂર્ણને પામવાનું છે.
શક્તિની દોડ, સંપત્તિની સ્પર્ધા, સત્તાનો ગર્વ - આ બધું અનુભવીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને મહાન શક્તિશાળી માનીએ છીએ અને સ્વભાવ છોડીને વિભાવમાં, વિકૃતિમાં ડૂબી જઈએ છીએ. સાચું જીવન એ તો વૈભવ સામે સતત લડનારું હોય છે. આપણે આ બધી વસ્તુ મેળવીને પોતાની જાતને સમર્થ માનીએ છીએ; પરંતુ હકીકતમાં તો વ્યક્તિ વધુ ને વધુ નિર્બળ, નિઃસહાય અને વ્યસ્ત બનતો જાય છે.
આ બધા રસ્તા બેચેનીના, અશાંતિના, અકળામણ આપનારા, દોડાવ્યું
પરમનો સ્પર્શ ૧૭૧