________________
:00.
૨૧૪ પરમનો સ્પર્શ
સમય વીતે છે અને પેલું શાંતિથી જીવવાનું સ્વપ્ન તો સ્વપ્ન જ રહે છે.
સિકંદર, હિટલર કે નેપોલિયનની અંતિમ અવસ્થા કેટલી બધી દર્દનાક હતી ! કારણ એટલું જ કે વ્યક્તિ સત્તાના પરિગ્રહથી ઘેરાઈ જાય છે અને પછી એ પરિગ્રહને છોડવાને બદલે એમાં વધુ ને વધુ ઝૂંપતો જાય છે. આ પરિગ્રહનો વિચાર માનવીને ઈશ્વરવિમુખ કરે છે અને એની લાલસા વ્યક્તિના હૃદયમાંથી પરમાત્માની પ્યાસ બુઝાવી દે છે. આમેય પરિગ્રહ અને પરમાત્મા સામસામે છેડે વસે છે.
માનવી પરિગ્રહમાં એવો આસક્ત બની જાય છે કે પહેલાં એ ઘરની ખૂબ સજાવટ કરે છે, પછી ઘેર આવનારા સહુને ચીજવસ્તુના વર્ણન સાથે ઘરની સમૃદ્ધિનાં દર્શન કરાવે છે અને એ નીરખનાર આ વૈભવ પ્રત્યે અહોભાવ પ્રગટ કરે તેના શ્રવણ કાજે એના કાન અતિ આતુર બનીને સળવળતા હોય છે. એ પ્રશંસા થાય એટલે અપાર ધન્યતા અનુભવે છે. વ્યક્તિ જેમ જેમ પરિગ્રહ તરફ જશે, તેમ તેમ એ જીવનની તમામ બાબતોને રકમના –સ નાણાંના ત્રાજવે તોળવા લાગશે. પરિગ્રહનો નશો પણ અજબ હોય છે. વ્યક્તિને એનો કેફ ચડે એટલે એ કશુંય જોયા-વિચાર્યા વિના માત્ર સંગ્રહ કરતો હોય છે અને પોતાની જાતને ધન, સત્તા અને વસ્ત્રના પરિગ્રહથી વીંટાળી દે છે. પરિગ્રહ જે સમયે બારણામાંથી પ્રવેશે છે, તે સમયે બીજા બારણેથી પરમાત્મા વિદાય લઈ લે છે.
આ પરિગ્રહના મૂળ એવા લોભને ભગવાન મહાવીરે સર્વ દુઃખોનું કારણ કહ્યો છે. શા માટે ? કારણ એટલું જ કે આ લોભમાં મેળવ્યું હોય તેનો અસંતોષ અને અપ્રાપ્ત વિશેનો અજંપો હોય છે. એની પાસે ફ્લેટ હોય, પણ એ લૅટનો એને આનંદ હોતો નથી. બંગલો નહીં હોવાની બેચેની ફ્લેટ ધરાવનારને સતત પીડે છે. #ધને તો ઓળખી શકાય છે. એ બહાર પ્રગટ થાય છે, જ્યારે લોભ એ તો માનવમનમાં ગુપ્ત રીતે પોતાની કામગીરી બજાવતો હોય છે. મહર્ષિ વેદવ્યાસે “મહાભારતમાં કહ્યું છે, “અનેક શાસ્ત્રોના જાણકાર અને બીજાઓના સંશયોનું સમાધાન કરનાર બહુશ્રુત પંડિત પણ લોભથી વશ થઈને સંસારમાં કષ્ટ પામે છે.”
આવા લોભીની કામના ક્યારેય પૂરી થતી નથી અને લોભની સાથોસાથ દ્વેષ પણ આવે છે. લોભીના લોભનો અંત હોતો નથી. ખુદ ઈશ્વર પણ આવા લોભીની માગણી સાંભળે અને એની સઘળી માગણીઓ