________________
૧૯૪ પરમનો સ્પર્શ
રસી મુકાવવી જોઈએ. એના બદલે એ શીતળા માતાની ઉપાસનામાં ડૂબી જાય છે. આમ, સમાજમાં પ્રવર્તતા ખોટા ખ્યાલો દુઃખનું કારણ બનતા હોય છે.
એક જમાનામાં પરદેશગમન પર પ્રતિબંધ હતો અને એ માન્યતામાં માનનારાઓએ પરદેશગમન કરનારાઓને જ્ઞાતિબહાર મૂકીને ખૂબ પીડા પહોંચાડી; એટલું જ નહીં, પણ એ રીતે દેશની પ્રતિભાઓને અન્યાય કરીને અંતે તો દેશના વિકાસને રૂંધી નાખ્યો.
જ્યોતિષમાં માનનારા લોકો એના પર આધાર રાખીને જીવન જીવે છે અને પોતાનું જીવન નિર્બળ અને હાસ્યાસ્પદ બનાવી દે છે. ઘેરથી નીકળતી વખતે સારું ચોઘડિયું જોનાર વિમાનમાં બેસતી વખતે ક્યારેય
ચોઘડિયું જોતો નથી. આવી રૂઢિ અને માન્યતાઓએ ભારતીય સમાજનો છે સાહસિક જીવનનો રસ ઘણો ચૂસી લીધો છે. સ્ત્રીઓ વિશેના હીન ખ્યાલો
સ્ત્રીઓ પરનાં અપાર દુઃખોનું કારણ બન્યા છે. આ રીતે જેને આપણે દુ:ખ માનીએ છીએ, તે દુઃખ હકીકતમાં વ્યક્તિએ પોતે સર્જેલું દુઃખ હોય છે. એ માન્યતાઓના બંધનમાં બંધાઈ જાય અને પછી દુ:ખી હોવાનાં રોદણાં રડે.
કેટલુંક દુઃખ પરજનિત હોય છે, જે બીજી વ્યક્તિઓ દ્વેષ, ઈર્ષા વગેરેને કારણે સામી વ્યક્તિ પર નાખતી હોય છે. આ સમાજે એક સમયે બાળવિધવાઓને કેટલાં બધાં દુઃખો આપીને કચડી નાખી હતી!
કેટલુંક દુઃખ કર્મજનિત હોય છે. વ્યક્તિ પોતાનાં પૂર્વ કર્મોને કારણે દુ:ખ પામતો હોય છે. કર્મની આ સત્તા ભગવાન કૃષ્ણ કે ભગવાન મહાવીરને પણ આપત્તિ લાવનારી બની હતી. ભગવાન કૃષ્ણ પોતાની જ દૃષ્ટિ સમક્ષ નાશ પામતા યાદવ કુળને જુએ છે અને એકાકી સ્થિતિમાં શિકારીના બાણથી વીંધાઈને મૃત્યુ પામે છે. ભગવાન મહાવીરના કાનમાં કાષ્ઠશૂળ ભોંકવામાં આવી, એનું કારણ એમનાં ગત જન્મોનાં કર્મો હતાં. આ રીતે વ્યક્તિએ એના જીવનમાં આવતાં દુ:ખનું પૃથક્કરણ કરવું જોઈએ. જો એ યોગ્ય રીતે પૃથક્કરણ કરે તો એને ખ્યાલ આવે કે આ દુઃખનો નિર્માતા એ પોતે છે કે કોઈ અન્ય છે. વ્યક્તિ દારૂ પીએ, એ માટે એને પૈસાની જરૂર પડતાં એ ચોરી કરે, દારૂના નશામાં પોતાની પત્ની અને બાળકોને માર મારે, નોકરી ગુમાવે અને પછી આ બધાંનાં દુ:ખો માટે એ નસીબને કે ઈશ્વરને દોષ આપે તે કેવું ? ગુટખા ખાઈને પેટ