________________
ખેડૂતને પોતાની ભૂલ સમજાઈ. પીડા વગર પુરસ્કાર નથી, પરિશ્રમ વગર આનંદ નથી, પ્રતીક્ષા વગર પ્રાપ્તિનું કોઈ મૂલ્ય નથી. સાધનામાં જે ઉમંગ હોય છે, એ ઉમંગ સિદ્ધિમાં હોતો નથી. કલ્પનામાં જે સંતોષ હોય છે, તે સાક્ષાત્કારમાં થતો નથી, આથી જેઓ દુ:ખમાં ઝઝૂમે છે, એ જ જગતને કશુંક આપી શકે છે.
વિલાયતથી બૅરિસ્ટર થઈને આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ સ્વ-સુખનો કે સ્વાર્થનો ‘મૅક્ટિકલ’ વિચાર કર્યો હોત તો એ ‘મહાત્મા ગાંધી’ બની શક્યા ન હોત. અબ્રાહમ લિંકને એની સત્તા જાળવવા માટે જ માત્ર મથામણ કરી હોત તો એ અશ્વેત લોકોની ગુલામી દૂર કરી શક્યા ન હોત. જેમણે પીડા અનુભવી છે, એમણે જ સ્વ-પરાક્રમથી વિશ્વને પ્રેરણા આપી છે. મુઘલ યુગમાં શહેનશાહ અકબરના સમયમાં જ્યારે બધા હિંદુ રાજાઓએ એનું શરણ સ્વીકારી લીધું હતું, ત્યારે એકમાત્ર રાણા પ્રતાપ એની શરણાગતિએ ગયા નહીં. એમણે સામે ચાલીને દુઃખો સ્વીકારી લીધાં. જંગલમાં પારાવાર વેદના સહન કરવી પડી, પરંતુ એ જ રાણા પ્રતાપ સ્વતંત્રતાના સૂરજના સર્જક બન્યા. જગતના ઇતિહાસને જોઈએ તો ખ્યાલ આવશે કે આ દુનિયા પર પરિવર્તન સાધનારા લોકો વૈભવશાળી હવેલીમાં અઢળક સંપત્તિ વચ્ચે અને અપાર સુવિધાઓ સાથે જીવનારા લોકો નથી. જેમણે પરિસ્થિતિ સામે સંઘર્ષ કર્યો છે, અન્યાયને દૂર કરવા માટે પોતાનું સઘળું ગુમાવવાની તૈયારી બતાવી છે, એ જ લોકો આ જગતને બદલી શક્યા છે.
જો તુફાનો મેં પલતે હૈ, વહી દુનિયા બદલતે હૈ” આથી દુઃખનો ક્યારેય તિરસ્કાર કરશો નહીં, કારણ કે એ તમારા જીવનઘડતરનું મહત્ત્વનું સાધન છે. આવી જ આંતરિક મથામણ ભિન્ન પ્રકારે અધ્યાત્મને માર્ગે ચાલનારા પણ અનુભવે છે.
આશ્ચર્યજનક બાબત તો એ છે કે આપણે ‘દુઃખ આવી પડ્યું” એમ કહીએ છીએ એટલે કે આપણા પર એકાએક દુઃખ તૂટી પડ્યું હોય એમ બતાવીએ છીએ ! પરંતુ દુઃખના હાર્દમાં જતા નથી. ઘણી વાર જગત વિશેના આપણા ખોટા ખ્યાલોમાંથી આપણું દુઃખ સર્જાયું હોય છે. આપણી માન્યતાઓ અને આપણી ટેવો પણ દુઃખનું કારણ બને છે. ભારતીય સમાજ માન્યતાઓનાં જાળાંમાં બંધાયેલો સમાજ છે. લોકો એની માન્યતાને પરિણામે દુઃખ અનુભવે છે. શીતળા એ રોગ છે અને એની
પરમનો સ્પર્શ ૧૯૩