________________
ળ
એની સાથોસાથ એની ગતિ પ્રભુ તરફ ચાલે છે. આ એક એવો સંબંધ છે કે જ્યાં સામે પરમાત્મા દેખાતો નથી, એ ક્યારે પ્રાપ્ત થશે એનો પણ ખ્યાલ હોતો નથી અને તેમ છતાં વ્યક્તિ એ માર્ગે સ્નેહ અને સમર્પણથી ચાલવા લાગે છે અને એથીય વિશેષ એ પ્રકારે જીવવા લાગે છે. સંસારના સંબંધોમાં વ્યક્તિને મળવાની તીવ્રતા રહે છે. પ્રિયતમા પ્રિયતમને મળવા માટે, માતા પુત્રને મળવા માટે કે મિત્ર મિત્રને મળવા માટે અતિ આતુર હોય છે, જ્યારે અહીં સામે પરમાત્મા હોતા નથી તેમ છતાં સાધક એને પામવા માટે અતિ ઉત્સુક હોય છે. એના સંદર્ભમાં સંબંધોનાં સઘળાં સમીકરણો ફરી જાય છે.
૮૬ પરમનો સ્પર્શ