________________
૩૮
સ્વકેન્દ્રી, સુખકેન્દ્રી અને સ્વાર્થકેન્દ્રી
૨૧૨ પરમનો સ્પર્શ
વર્તમાન સંસ્કૃતિ વધુ ને વધુ સ્વકેન્દ્રી, સ્વાર્થકેન્દ્રી અને સુખકેન્દ્રી બની રહી છે. માણસ એના નાનકડા, વિભક્ત કુટુંબમાં હવે પોતાના સુખનો વિચાર વિશેષ કરે છે, એ પછી માતા-પિતા કે ભાઈબહેનના સુખનો વિચાર આવે છે. કુટુંબ સુખની વાત દૂરની થતી જાય છે. સ્વાર્થની રકમો માંડીને એ સ્વસુખનો સરવાળો કરે છે.
પશ્ચિમી દેશોની આ સ્વકેન્દ્રિતા આપણા દેશમાં પણ પ્રસરી રહી છે અને તે ત્યાં સુધી આવી છે કે પતિ, પત્ની અને સંતાન એ બધાંનો ચોકો જુદો હોય છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા એક સ્ટોર્સમાં બાવીસેક વર્ષની યુવતી કેન્ડી લેવા આવી. એણે એક ખિસ્સામાંથી દસ ડૉલર કાઢીને સ્ટોર્સના માલિકને આપ્યા અને કહ્યું કે આમાંથી ત્રણ ડૉલરની કેન્ડી આપો. બાકીની સાત ડૉલરની રકમ એણે એના પર્સમાં મૂકી. પછી પર્સના બીજા ખાનામાંથી દસ ડૉલરની નોટ કાઢીને ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ' છાપું લીધું અને બાકીના વધેલા સાત ડૉલર બીજા ખાનામાં મૂક્યા. કેલક્યુલેટરના વપરાશને કારણે સામાન્ય ગણિતની દુર્દશા જોવા મળી.
મેં એ યુવતીને પૂછ્યું કે આવું કેમ કર્યું ? ત્યારે એણે કહ્યું કે આ ત્રણ ડૉલરની કૅન્ડી હું એકલી ખાઈશ. મારા પૈસામાંથી લીધી છે. જ્યારે કૅન્ડી લેવા માટે હું અહીં આવતી હતી ત્યારે મારા પતિએ અત્યંત નમ્રતાથી વિનંતી કરી કે મારે માટે આજનું અખબાર લેતી આવજે એટલે એણે આપેલા દસ ડૉલરમાંથી મેં આ અખબાર ખરીદું. આવી જ રીતે પુત્ર અઢાર વર્ષનો થઈને ઘેરથી વિદાય લે, ત્યારે એના પિતા એને કહે કે ‘પેલી બાઇક તું મારા પૈસાથી લાવ્યો હતો એટલે એ સાથે લઈ જતો નહીં. અહીં મૂકી જજે.'
આમ આજના યુગમાં બહુમાળી મકાનો ઊભાં થયાં છે, પરંતુ માણસનું મન તો વધુ ને વધુ નાનું, સાંકડું અને સ્વાર્થોધ બની ગયું છે. એની