________________
20
૨૪૦ પરમનો સ્પર્શ
આત્મનિરીક્ષણ અને આત્મચિકિત્સા કરીને કોઈ બોધપાઠ લેતી હોય છે. આજે મનમાં વિકાર જાગ્યો અને એનાં માઠાં, ખરાબ ને અનિષ્ટ પરિણામ જોયાં. થોડા દિવસ એ મનમાં નૐ પણ કરશે કે આવા વિકાર અંગે રાત-દિવસ ઘરમાં સાપ ભરાયો હોય તેમ સાવધ રહેવું, એને કોઈ પણ ભોગે દૂર રાખો. એવો પણ નિયમ લેશે કે હવે જિંદગીમાં ફરી પાય આવું નહીં કરું, પરંતુ પુનઃ વાસનાની સ્થિતિ ઊભી થતાં જ એ ઘણી વાર વાસનાને વશ થઈ જતો હોય છે; જેમ દારૂનો વ્યસની દારૂનાં માઠાં પરિણામ જયાં પછી, થોડા કલાક તો એમ નક્કી કરે છે કે હું ક્યારેય દારૂની બૉટલને હાથ અડાડીશ નહીં', પણ વળી પાછો સમય આવતાં એ દારૂ પીવા લાગે છે.
વ્યક્તિ ધર્મશાસ્ત્રો પાસેથી ઘણું જીવનપાથેય મેળવે છે. ધર્મગુરુ પાસેથી જીવનદૃષ્ટિ મેળવે છે, પણ પોતાની ભુલ પાસેથી બહુ ઓછું શીખે છે. આને પરિણામે જ જીવનમાં ડગલે ને પગલે ભૂલો થતી જોવા મળે છે અને એકની એક ભૂલનું પુનરાવર્તન થતું રહે છે. એ માત્ર એક વાર ખાડામાં પડતો નથી પણ એ ખાડો છે, એ જાણવા છતાં વારંવાર ખાડામાં પડે છે. અને આથી જો એ એની ભુલને બરાબર જાણે, સમરું, પારખે અને એના નિવારણ માટે દૃઢ સંકલ્પ કરે તો એને જીવનશુદ્ધિની દિશા સાંપડશે. માણસના જીવનમાં આવતું દુ:ખ અને થતી ભૂલ એના જીવનની ‘મહાન ગુરુ’ બની શકે તેમ છે, પરંતુ બને છે એવું કે વ્યક્તિ દુઃખ કે ભૂલનો વસવસો કરતી રહે છે, કિંતુ એની ચિકિત્સા કરતી નથી.
તમારા જીવનમાં તમે કરેલી ભૂલનો તમે વિચાર કરો તો ખ્યાલ આવશે કે પહેલી વાર ભૂલ કરી, ત્યારે બીજી વાર નહીં કરવાનો વિચાર કર્યો હતો. એને માટે એ સમયે મનને બરાબર ખબરદાર કર્યું હતું પણ થોડા સમયમાં આ નિર્ણય વિસ્તૃત થઈ ગયો કે નિર્બળ બની ગયો. આથી બીજી વાર ભૂલ થઈ ગઈ પછી ત્રીજી વાર એ જ ભૂલ કરતાં ઓછો ખચકાટ થયો. ચોથી વાર બહુ સ્વાભાવિક રીતે તમે એ ભૂલ કરી અને પાંચમી વાર તમે ભૂલ કરી ત્યારે તમારી એ ભૂલ કૈવ કે આદતના સ્થાને બેસી ગઈ હતી અને કશાય ખચકાટ કે થડકારા વગર એ પ્રકારની ભુર્ગની પરંપરા સર્જાવા લાગી. પહેલી વાર કોઈને છેતર્યા બાદ હૃદયને જેટલો આંચકો લાગે છે. તેટલી પાંચમી વાર છતાં પછી ભાગતો નથી. પછી છેતરવું એ બહુ સાહિજક બાબત બની જાય છે. કાચિંડાની માફક રંગ
|_