________________
ડૂબતા સૂર્યની જેમ અસ્ત પામે છે.
જોકે ક્યારેક એની પાસે કોઈ સ્વપ્ન હોય, પરંતુ એ એની સન્મુખ રહેતો નથી. પોતાના ધ્યેયને પાર પાડવાને બદલે એ બીજાઓને ખુશ રાખવા માટે રચ્યા-પચ્યો રહે છે. પોતાના સ્વપ્નને માર્ગે ચાલવાને બદલે બીજાઓ પર પ્રભાવ પાડવામાં એ ડૂબી જાય છે. સ્વપ્ન પાછું હડસેલાતું જાય છે અને પ્રસિદ્ધિની ખેવના જીવન પર પ્રભુત્વ જમાવીને બેસી જાય છે. જીવનમાં કોઈ નવું પ્રલોભન જાગતાં વ્યક્તિ એની પાછળ દોડ લગાવે છે અને ખૂબ દોડ્યા પછી જુએ છે તો ક્ષિતિજ પર પણ એના સ્વપ્નની કોઈ ઝાંખી એને થતી નથી.
૧૪૮ પરમનો સ્પર્શ