________________
‘સત્યના પ્રયોગોમાં તેઓ નોંધે છે : “મારા ‘મહાત્મા’ પદને હું એના કિસ્મત પર છોડું છું. મને ‘મહાત્મા’ કહેનાર અગર તો મારો ચરણસ્પર્શ કરનાર પર ઘાતકી ગુનાના આરોપસર કામ ચલાવવામાં આવવું જોઈએ એવો કાયદો જો કોઈ કરાવે તો અસહકારી છતાં ઘણી ખુશીપૂર્વક તે કાયદો પાસ કરાવવામાં મદદ કરવા હું તૈયાર છું. જ્યાં મારો કાયદો ચાલે છે ત્યાં – એટલે આશ્રમમાં - તો તેમ કરવું ગુનો ગણવામાં આવે જ છે.
આ રીતે જિંદગીમાં સ્વપ્ન સાંપડતાં સામાન્ય ચીજવસ્તુઓની તરફડાટભરી લાલસા, વૃત્તિનું અદમ્ય આકર્ષણ અને ભૌતિક પ્રલોભનોની તીવ્રતાની આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે, બાદબાકી થઈ જાય છે, કારણ કે સ્વપ્ન અથવા ધ્યેય જ જીવનને ઘાટ આપવા માંડશે. જગતમાં પરિવર્તન સાધનારી વિભૂતિઓ, મહાપુરુષો અને વૈજ્ઞાનિકોએ એક ધ્યેય નક્કી કર્યું અને તે પ્રમાણે એમણે જીવનને ઘાટ આપ્યો. નરસિંહ મહેતાને સામાજિક દરજ્જાની ક્યાં કશી ફિકર હતી? મીરાંને રાજરાણીનો વૈભવ કેવો તુચ્છ લાગ્યો હશે ! થોમસ આલ્વા ઍડિસનને મોજ, મજા કે મનોરંજનમાં ક્યાંથી રુચિ જાગે ? આઇન્સ્ટાઇનને ‘અપ ટુ ડેટ’ રહેવાનું ક્યાંથી મન થાય ? આમ, જીવનમાં સ્વપ્ન કે ધ્યેય સાંપડે એટલે સમગ્ર જીવનપંથનું આપોઆપ નિર્માણ થઈ જશે. તમારો માર્ગ તમારે રચવો પડતો નથી, ધ્યેયને ઉપકારક ન હોય એવી બધી બાબતો તમારા રસ્તાની બાજુએ સરકી જશે.
આ જીવનમાં સ્વપ્નાં સર્જવાં કે ધ્યેય રાખવું અતિ કઠિન છે. જીવનની વક્તા એ છે કે વ્યક્તિ જીવનમાં એટલી બધી પ્રવૃત્તિઓ કરે છે કે સ્વજીવનના ધ્યેયને વીસરી જાય છે. એની પ્રવૃત્તિઓ ઉત્તર દિશામાં ચાલતી હોય છે અને એનું જીવન-ધ્યેય દક્ષિણ દિશામાં હોય છે. આવી અવળી ગતિ ક્યારેક એનામાં અસંતોષ જગાવે છે. એની પાસે ધ્યેય નથી એવું નથી, પરંતુ સામાજિક સંજોગો કે અતિ વ્યસ્તતાને કારણે એ ધ્યેય વિસ્તૃત થઈ જાય છે. જીવનમાં આવતી કોઈ અણધારી આવશ્યકતાઓને લીધે એ સ્વપ્ન દૂર ધકેલાઈ જાય છે અને ક્યારેક તો સામાજિક વ્યવહાર અને જાહેર પ્રવૃત્તિઓ જેવી જીવનની બાહ્ય બાબતો એના પર એટલો બધો અંકુશ મેળવી લે છે કે ધીરે ધીરે એના જીવનનું ધ્યેય કે સ્વપ્ન અસ્તાચળે
પરમનો સ્પર્શ ૧૪૭