________________
૨૯
દૂસરા ન કોઈ
તમારી આંખોમાં જીવનનું સ્વપ્ન હશે, તો બીજી ઘણી વ્યર્થ બાબતોની બાદબાકી થઈ જશે. કેટલાક તો વળી એમ માને છે કે જિંદગીમાં આવાં સ્વપ્નોની શી જરૂર? જ્યાં જીવન સમગ્ર જ ભાગ્યાધીન છે, ત્યાં વળી આંખોમાં સિદ્ધિનું કોઈ સ્વપ્ન આંજવાની જરૂર શી? એ માને છે કે ભાગ્યમાં લખાયેલું કદી મિથ્યા થતું નથી, તો પછી જે થવાનું હોય તે થવા દેવું. એના મનમાં એક વાત બરાબર સાવી દેવામાં આવી હોય છે કે વિધિના લેખ કોઈ ભૂંસી શકતું નથી. કોઈ એને ફેરવવા લાખ પ્રયત્ન કરે તોપણ ક્રૂર હોય છે. ભારતીય પ્રજા વિશેષ ભાગ્યવાદી હોવાથી આવી વિચારધારા વ્યાપકપણે જોવા મળે છે.
લેશમાત્ર પુરુષાર્થ કર્યા વિના ઘણી વ્યક્તિઓ જીવન સઘળું ભાગ્યાધીન છે. એમ માનીને મુંગે મોંએ પ્રવર્તમાન પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી લે છે. કેટલીક વ્યક્તિઓ નસીબની દેવીને આશરે જીવન ગુજારતી હોય છે. કેટલાક જ્યોતિષના આદેશને આધારે સ્વન્ગ્વન વિશે વિચારતા અને એ મુજબ ઘાટ આપતા હોય છે. પોતાના ભાગ્યમાં ઈશ્વરે આવું જ નિર્ધારિત કર્યું છે, એવી મનમાં અફસોસયુક્ત નૈરાશ્યપૂર્ણ ગાંઠ વાળે છે. નવાઈની વાત એ છે કે ઈશ્વરે પોતાને માટે શું નિર્ધારિત કર્યું છે, એનું જ્યોતિષી નિર્ધારણ કરે છે !
ભાગ્યને જીવનસમગ્ર સોંપનારી વ્યક્તિઓ કાં તો પ્રમાદી કે નિષ્ક્રિય હોય છે અથવા તો વર્તમાન પરિસ્થિતિને ઓળંગીને વિચારવાની ક્ષમતા ધરાવતી હોતી નથી. એક સંસ્કૃત સુભાષિતમાં યોગ્ય જ કહ્યું છેઃ विहाय पौरुषं यो हि दैवमेवावलम्बते
प्रासादसिंहयत्तस्य मूर्ध्नि तिष्ठन्ति वायसाः ।।
‘જે માણસ પુરુષાર્થ છોડીને દૈવ
-
નસીબ પર આધાર
bJdhè lokāh
so0