________________
.
૧૫૦ પરમનો સ્પર્શ
રાખે છે, તેની દશા મહેલના દ્વાર પર રાખેલા પથ્થરના સિંહ
જેવી થાય છે, તેને માથે કેવળ કાગડા જ બેસે છે.'
વળી કેટલાક એમ કહે છે કે પૂર્વજન્મમાં જે કર્મ કર્યું હોય, તેનું આ પરિણામ છે, પરંતુ પૂર્વજન્મમાં પણ સત્કર્મને માટે કરેલો પુરુષાર્થ જ નસીબના ઘડતરમાં કારણભૂત હોય છે તે વાત ભુલાઈ જાય છે. સ્વપ્નાં વિનાની વ્યક્તિમાં નવી દિશામાં ગતિ કરવા માટે જરૂરી સાહસની શૂન્યતા હોય છે. એ સાચું છે કે રૂઢિચુસ્તતા અને ગતાનુગતિકતા એક અર્થમાં ‘લાભદાયી' બનતી હોય છે. વર્ષો પુરાણી કે પરંપરાથી ચાલી આવતી વાત અન્ય વ્યક્તિના ચિત્તમાં સરળતાથી ગોઠવાઈ જાય છે. વર્ષોથી જે રીતે સાંભળ્યું કે વિચાર્યું હોય, તે સીધેસીધું મનના નિશ્ચિત ચોકઠામાં તત્કાળ ગોઠવાઈ જાય છે. મનને કશુંય નવું વિચારવાનો શ્રમ લેવો પડતો નથી. નવી વિચાર, મૌલિક અભિગમ કે આગવી દષ્ટ રજૂ થાય, ત્યારે વ્યક્તિના મનને જુદી રીતે વિચારવાનો શ્રમ ઉઠાવવો પડે છે. આથી નવીન અને મૌલિક વિચાર આપનારને વિરોધોનો સામનો કરવો પડે છે.
કોઈ નવું સ્વપ્ન સર્જવા માટે મૌલિક વિચારદૃષ્ટિ હોવી જોઈએ. આવી મૌલિકતા અવિરત ચિંતનમાંથી પ્રગટતી હોય છે. ચીલાચાલુ પતિને છોડીને કોઈ નવી પદ્ધતિ અજમાવવા માટે નોખા પડીને, ભિન્ન રીતે વિચારવું પડે છે. આ મૌલિક વિચાર પાછળ ચિંતનનું પીઠબળ અને એ વિચારથી સર્જાનારા ભવિષ્યનું દર્શન હોવું જોઈએ. નાવીન્યપૂર્ણ કે પરિવર્તનશીલ વિચાર કેવા ભવિષ્યનું નિર્માણ કરશે તેનો વિમર્શ કરવો પડે. વળી એક સ્વપ્ન કે એક મૌલિક વિચારથી ઇતિશ્રી થઈ જતી નથી. એ સ્વપ્ન શોધ્યા પછી એને સાકાર કરવા માટે અનન્ય ઉત્સાહ અને અવિરત પરિશ્રમને કામે લગાડવા જોઈએ.
કેટલીક વ્યક્તિઓને મનમાં સ્વપ્નાં રમાડવાં બહુ ગમે છે, એ વારંવાર કહે છે કે ‘મારા જીવનનું આ એક મહાન સ્વપ્ન છે અને તેને સિદ્ધ કરવા માગું છું.' આ વાત એ એક દાયકા પૂર્વે કહી હોય છે અને આજે પણ કહેતો હોય છે. રાજકારણીનું સ્વપ્ન એ માત્ર પ્રજાને અપાતા ખોટા વાયદો અને વચનનું બીજું નામ હોય છે. વ્યક્તિના ચિત્તમાં કોઈ સ્વપ્ન કે ય હોય, પરંતુ એનું વારંવાર ગાણું ગાઈને પોતાને આદર્શવાદી ઠેરવવાનો દંભ કરતો હોય છે. એને માટે સ્વપ્નની વાત એ ફક્ત ભાવનામય ઉચ્ચારણ જ હોય છે.
|_