________________
૨૦૨ પરમનો સ્પર્શ
માત્ર ૧૫ મિનિટ એવરેસ્ટ શિખર પર રહ્યા. આથી એમનો પીડાભર્યો દીર્ઘ પુરુષાર્થ મહત્ત્વનો બન્યો. એમણે જાનના જોખમે ખેડેલાં સાહસો યાદગાર બન્યાં. એમણે સહન કરેલી પીડાઓ અને મુશ્કેલીઓની નોંધ લેવામાં આવી, જ્યારે સિદ્ધિનો આનંદ તો થોડો સમય જ માણ્યો.
વળી એ જ શેરપા તેનસિંગને કોઈએ એમ કહ્યું હોત કે તમારે વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવું છે, તો તમને હું હેલિકૉપ્ટર મારફતે ઉતરાણ કરાવે તો તેમાં શો વાંધો ? હકીકત એ છે કે તેથી તેનસિંગને કોઈ આનંદ થયો ન હોત. જે એવરેસ્ટ આરોહણનો આનંદ તેનસિંગ અને હિલેરીને મળ્યો હતો, તે હેલિકોપ્ટર દ્વારા પ્રાપ્ત ન થાત. આનું કારણ એ કે મુશ્કેલી કે દુઃખ માનવીમાં લડાયક ચેતના જાગૃત કરે છે. એ સંજોગોનો ગુલામ બનવાને બદલે એની સામે ઝઝૂમે છે, જ્યારે સુખ માનવીને નિર્બળ બનાવે છે. આને પરિણામે તો અત્યંત સમૃદ્ધિમાં ઊછરેલાં બાળકો ભાગ્યે જ પ્રતિભાવાન હોય છે, કેમ કે એમને પીડા, દુઃખ, અભાવ કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો ખ્યાલ હોતો નથી, દુઃખનો સાક્ષાત્કાર હોતો નથી, વેદના પછીના ઉલ્લાસનું કોઈ દર્શન હોતું નથી. એક અજ્ઞાત કવિએ લખ્યું છે :
"बिना दु:ख के सुख है निस्सार ।
વિના માંસૂ ? નીવન માર |” મતલબ કે ‘દુઃખ વિનાનું સુખ સારહીન છે અને આંસુ વિનાનું જીવન ભારરૂપ છે” અને હકીકતમાં માનવીએ દુ:ખોના સ્વીકાર માટે સજ્જતા કેળવવી પડે છે. મહાત્મા ગાંધીજીએ આવાં દુ:ખોનો સામે ચાલીને સ્વીકાર કર્યો. પોતાની ભાવનાને સિદ્ધ કરવા માટે દુ:ખ-સ્વીકારની ભૂમિકા મહત્ત્વની છે - વચનપાલનને કાજે રામે વનવાસનો સ્વીકાર કર્યો તેવી.
જાપાનની એક કંપનીએ પીડા વગર પ્રસૂતિ થાય એવી દવા બનાવી. એ દવા માતાને માટે અમૃત સમાન હતી, કિંતુ નવજાત શિશુને ઝેર સમાન નીવડી. પ્રસૂતાને સહેજેય પીડા વિના પ્રસૂતિ થઈ, પરંતુ પીડા વિના જન્મેલાં એ બાળકો શરીરે અપંગ, અંધ અને વિકૃત હતાં. આજે પણ આ દવા બનાવનારી કંપની પર અદાલતમાં મુકદ્દમાઓ ચાલે છે અને જગતમાં જાપાન એ એક એવું રાષ્ટ્ર છે કે જ્યાં કાયદાથી પ્રસૂતિની પીડા ઓછી કરતી દવાઓ બનાવવા પર પ્રતિબંધ છે. બાળકના જન્મના ઉલ્લાસને