________________
કોઈ આશ્રમના સાધકોના ચહેરા પરથીયે એનો અંદાજ આવી જાય. કેટલાક સાધકોમાં સાધનાના માર્ગે ઉત્સાહભેર આગળ જવાનો દઢ સંકલ્પ દેખાય છે અને કેટલાક ઉદાસીનતાના ભાવ સાથે આધ્યાત્મિક વ્યાખ્યાનો સાંભળતા હોય છે, આથી મહત્ત્વની બાબત એ છે કે જેમાં કશું નવું વિચારાતું નથી, ત્યાં સ્થગિત થઈ જવાય છે. જ્યાં હશો ત્યાં જ રહી જશો અને પછી તમારા ક્ષેત્રમાં તમે કશું મૌલિક સર્જન આપી શકશો નહીં.
સતત ઉત્સાહભેર કશુંક નવું કરીએ તો જ આપણા ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ છીએ. જે સમયે નવું કરવાનો, પ્રગતિ સાધવાનો વિચાર અટકી જશે એ જ સમયે તમે સ્થગિત થઈ જશો. બંધિયારપણાની સીમામાં વ્યક્તિ જ્યારે પુરાઈ જાય છે, ત્યારે એ વધુ ને વધુ શુષ્ક, નીરસ અને મંદ બની જાય છે. વૃક્ષના ટૂંઠા થડ જેવી એની સ્થિતિ હોય છે. તેના પાસે ગમે તેટલી વસંતો આવે, તોય એની ડાળીઓ હસતી નથી ને પુષ્પો મહોરી શકતાં નથી અને વર્ષો એને નવજીવન બક્ષી શકતી નથી.
પરમનો સ્પર્શ ૧૦૩
જ
|c