________________
છે, ત્યાં પાંચ - પાંચ ઇંદ્રિયો ભેગી થાય ત્યારે કેવો ઉલ્કાપાત સર્જાતો હશે ! વળી, માણસનું ચિત્ત એને ક્યારેક ભૂતકાળમાં, તો ક્યારેક ભવિષ્યકાળમાં ઘુમાવતું રહે છે.
મુદ્દાની વાત છે એ ઊછળતી, ઉધમાત કરતી ઇંદ્રિયો પર સંયમ રાખવાની. કવિઓએ નારીસૌંદર્યનાં વર્ણનો કર્યા છે ત્યારે એમણે નારીને વાસનાની દૃષ્ટિથી નહીં, પરંતુ સુંદરતાની દૃષ્ટિથી જોઈ છે. માણસ પૌષ્ટિક ભોજન કરે એ આવશ્યક છે; પરંતુ જીભને વશ થઈને અત્યંત સ્વાદિષ્ટ ભોજન પાછળ ઘેલો બને તે ખોટું છે. જોવાનું, સાંભળવાનું, ભોજન કરવાનું - એ બધુંય આવશ્યક છે. આંખ, કાન, જીભ, દેહ વગેરેની સંભાળ પણ જરૂરી છે, પરંતુ એ સંભાળ એના સ્વાસ્થ પૂરતી સીમિત હોય છે. એની અતિ સંભાળ કે એનાં લાડકોડ દુઃખદાયી બને છે. દેહની વધુ પડતી ચિંતા કરતા અને એની ફૅશનમાં કલાકોના કલાકો ગાળતી વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે કેવું થાય છે ? પહેલાં જે તેજસ્વી અને ચમકદાર ત્વચા (સ્કીન) જોતો, એ જ વ્યક્તિ પોતાની કરચલીયુક્ત ત્વચા જોઈને કયો ભાવ અનુભવશે ? શરીર પરત્વેની આપણી ઘેલછા આત્માને વિસ્તૃત કરાવી દે છે.
શરીરસુખને જ સર્વસ્વ માનનારના શરીરમાં જ્યારે વ્યાધિ થાય છે, / ત્યારે એને કેવો અનુભવ થાય છે ?
એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ જગતના સૌથી ઊંચા શિખરને બનારો પહેલો માનવી હતો અને એ જ શેરપા તેનસિંગ એની જિંદગીના અંતિમ સમયમાં માંડ માંડ ચાલી શકતો હતો. એને માટે એક ઉંબરો ઓળંગવો, એ એવરેસ્ટ ઓળંગવાથી પણ વધુ યાતનાદાયક હતું, શરીરની શક્તિ પર નાઝ હતો, એની અશક્તિ જોઈને એ પોતે નિરાશ થયેલો.
જે શરીરસુખને જ પોતાના જીવનનું ધ્યેય માને છે અને અંતે સર્વથા નિરાશ થવું પડે છે. કેટલાય ભવ સુધી વ્યક્તિએ પોતાના દેહને સર્વસ્વ માન્યો છે અથવા તો દેહને મુખ્ય માનીને આત્માને તદ્દન ગૌણ ગણ્યો છે. આ જન્મમાં એવું કરવું ઘટે કે આપણા આત્માને મુખ્ય રાખીને એની પાછળ ગૌણ રૂપે દેહને રાખીએ. જો આ પરિવર્તન સધાય, તો આ જન્મમાં વ્યક્તિ ઘણું આધ્યાત્મિક પાથેય પામી શકે. બીજા અર્થમાં કહીએ તો વ્યક્તિ એની ભવોભવની ભૂલ સુધારી શકે. આત્માને ભૂલનારો માનવી હવે એ આત્માને આગળ રાખીને ચાલતો રહ્યો હશે. ઇંદ્રિયોનો એ ગુલામ હવે
પરમનો સ્પર્શ ૧૩૯