________________
પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ.
માણસ ચિંતાની ફેરફુદરડી ફરતો હોય છે, ત્યારે એ એમાં ડૂબી ગયો હોય છે. હાથ હલાવી, આંખ મીંચીને ઘૂમતો હોય છે. આજુબાજુનું કશું એને દેખાતું નથી. વળી આમાં કેટલીક ચિંતા એના મનમાં સ્થાયી રૂપે વસતી હોય છે. ડાયાબિટીસના દર્દી સતત પોતાના રોગ વિશે ચિંતિત અને સભાન હોય છે. ક્યાંક કોઈ વાનગી જુએ અને પોતાને ડાયાબિટીસ છે, તેમ કહે તે તો બરાબર, પરંતુ એ સાંજે લટાર મારવા નીકળ્યો હોય ત્યારે પણ કોઈ સામે મળે તો એ વ્યક્તિએ એને કશુંય પૂછયું ન હોય, તો પણ પોતાના ડાયાબિટીસના રોગનું વર્ણન કરે છે. જીવનમાં ડગલે ને પગલે એ ડાયાબિટીસ સાથે ચાલે છે. કેટલીક ચિંતા અસ્થાયી હોય છે. ગૅરબજારમાં મંદીની અસર થાય ત્યારે ઘણા લોકો ચિંતામાં ડૂબી જતા હોય છે, જોકે સાથોસાથ એ જાણે છે કે તેજી આવશે ત્યારે એમની આ ચિંતા દૂર થઈ જશે. કેટલીક ચિંતાને દૂર કરવી શક્ય અને કેટલીક ચિંતાને દૂર કરવી અશક્ય હોય છે.
ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ? હીંચકો ઝુલાવવાને બદલે જરા હીંચકો પકડીને જમીન પર પગ ખોડીને ઊભા રહીએ તેમ આમતેમ ફંગોળાતી ચિંતાના નિવારણ માટે શું કરી શકાય એ ઠરીને વિચારવું જોઈએ. ચિંતાનિવારણ માટે કયા કયા ઉપાયો અને પગલાંઓ લઈ શકાય ? મનમાં અહીંથી તહીં કૂદતી અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી ચિંતાને ઊભી રાખીએ. એને ઊભી રાખ્યા પછી એ ચિંતાને બરાબર પકડી રાખીએ. એ ચિંતાને પકડ્યા પછી એને વિશે સાંગોપાંગ ચિંતન કરીએ. એનો ઉપાય શોધી એની અજમાયશ કરીએ. કર્મયોગી કે ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આવો ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો વિચાર કરી એમાંથી મુક્તિ પામવાના પ્રયાસો કરે છે.
આપણી ઘણી ચિંતાઓની જનની આપણા ચિત્તમાં સતત આકાર લેતી નવી નવી અપાર ઇચ્છાઓ છે. માણસ એટલી બધી ઇચ્છાઓ અને અપેક્ષાઓ રાખે કે એની પ્રાપ્તિની ચિંતાની ચુંગાલમાંથી એ ક્યારેય છૂટી , શકતો નથી. એ અપેક્ષા રાખે કે મારી પાસે વિશાળ બંગલો હોય, એ
પરમનો સ્પર્શ ૨૪૩
- Do