________________
આવી વ્યક્તિ ઘણી વાર ધૂની, તરંગી કે પોતાની આંખે જગતને જોનારી બની જાય છે અને એના પરિણામે વાસ્તવથી અને વ્યવહારજીવનથી પોતાનો સંબંધ ગુમાવી બેસે છે. એના જીવનમાં જુદા જ પ્રકારનો સ્વછંદ જાગે છે. આવા “અતિ’ને છોડવું જોઈએ. જેમ અતિ ભોજન હાનિકારક છે, એ જ રીતે અતિ પ્રયોજનલક્ષિતા પણ હાનિકારક છે. માણસને સ્વસ્થ સંબંધોની જરૂર હોય છે, સાત્ત્વિક આનંદની આવશ્યકતા હોય છે, જેની સમક્ષ ભીતર ખોલી શકે તેવા સ્નેહીઓ અને મિત્રોની દોસ્તી પણ જરૂરી હોય છે. લક્ષ્મસાધના સમયે સમતોલન સર્જવું જોઈએ. એક અર્થમાં કહીએ તો જીવન એ જ સમતોલનનો ખેલ છે અને એ સમતોલન વ્યક્તિએ આઘાતજનક સમયે અને આનંદદાયક ક્ષણોમાં જાળવવું જોઈએ. સંત કબીરના જીવનમાં વ્યવહાર અને અધ્યાત્મનું કેવું સમતોલન દૃષ્ટિગોચર થાય છે!
સમગ્ર દૃષ્ટિએ જોઈએ તો આપણી પ્રવૃત્તિઓનું પ્રમાણિકતાથી મૂલ્યાંકન કરવું જોઈએ અને પછી કાર્યો અંગે હેય-ઉપાદેયનો વિચાર કરવો જોઈએ. કયાં કાર્યો કરવા જેવાં અને કયાં ત્યાગ કરવા જેવાં છે તે નક્કી કરવું જોઈએ. એ માટે કઠોર થવાની નહીં, બલ્ક સમજદાર થવાની જરૂર છે. લાગણીહીન કે નિષ્ફર થવાને બદલે પોતાની લાગણીઓ અને માગણીઓ સમજીને એને યોગ્ય પરિપ્રેક્ષ્ય નાણવાની જરૂર છે.
કહે છે કે માણસના મનમાં ધૂન વસતી હોય છે, પરંતુ હકીકતે એ ધૂન મનમાં નહીં, બલ્ક એના જીવન પર સવાર થઈ જાય છે. પહેલાં અભ્યાસ કરવાની ધૂન જાગે, પછી કમાણી કરવાની ધૂન ઊભી થાય, સુશીલ પત્ની મેળવવા માટેની ધૂન સવાર થાય, એ પછી બાળઉછેરની ધૂન જાગે અને સમય જતાં બાકીનું આયુષ્ય સારી રીતે ગાળવાની અને સુખેથી મૃત્યુ પામવાની ધૂન મન પર સવાર થાય છે. આ ધૂન જાગે, ત્યારે વ્યક્તિની સઘળી શક્તિઓ એ ધૂનની પાછળ એકાગ્ર બની જાય છે. એની સમગ્ર વિચારણા અને જીવનરીતિનું એ એક કેન્દ્ર બની જાય છે. આજે મનમાં એક ધૂન હોય, થોડા સમયે બીજી ધૂન આવે. આમ ધૂન તો પરિવર્તનશીલ છે, પરંતુ માણસના જીવન પર જ્યારે એ ધૂન સવાર થાય છે, ત્યારે એ માની બેસે છે કે આ ધૂન એ જ સર્વસ્વ છે. એની પ્રાપ્તિ એ જ જીવનનું અંતિમ ધ્યેય છે.
આવી ધૂમ વ્યક્તિને સતત ગતિશીલ રાખે છે. એ બીજું સઘળું ભૂલીને એની પાછળ એવી આંધળી દોટ મૂકે છે કે એને પોતાના વર્તમાન
પરમનો સ્પર્શ ૧૮૭