________________
૨૨૪ પરમનો સ્પર્શ
આ બધાં કરતાંય સમર્પણ એ તો સાવ ભુલાઈ ગયું છે. જ્યાં દરેક વ્યક્તિ પોતે પોતાના હિતને માટે જીવતી હોય, ત્યાં અન્યના હિતનો વિચાર કોણ કરે ? આથી સમર્પણ એ હવે વાસ્તવિકતા નથી, પણ આપણી સંસ્કૃતિનાં પૃષ્ઠો પર રહેલી ભાવના છે. ધૈર્ય, સહિષ્ણુતા અને સમર્પણના અભાવે માણસ ગુસ્સાનો ભોગ બને છે. એ ઘરમાં, વ્યવહારમાં, વ્યવસાયમાં અને અન્યત્ર બધે ગુસ્સો દાખવતો રહે છે. એમ લાગે કે મોટા ભાગના માનવીઓનો સ્વભાવ જ ગુસ્સો બની જાય છે. આ જગતમાં આવા ગુસ્સાબાજો સતત ઉમેરાતા જાય છે. વ્યક્તિનો ગુસ્સો બીજાના મનમાં એને વિશે કટુતા ઊભી કરે છે, પરંતુ એના પોતાના શરીરના સ્વાથ્ય પર
પણ એની અવળી અસર થાય છે. આવા ગુસ્સાને કારણે વ્યક્તિના મસલ્સમાં | તણાવ આવે છે. એને માથું દુ:ખે છે અને એનું બ્લડપ્રેશર પણ વધે | છે. મોટી ઘટનાઓમાં ગુસ્સો કરનાર ધીરે ધીરે નાની-શી ઘટનામાં પણ | ગુસ્સો કરતો થઈ જાય છે અને પછી એની વાણી અને વર્તનમાં પણ ગુસ્સો સતત ભડભડ્યા કરે છે! આ રીતે પહેલાં એ અકળાઈને ગુસ્સો કરતો હતો, પછી એ ગુસ્સો કરવા ન મળે, તો અકળાઈ જાય છે. આવા ગુસ્સાને એ મનમાં રાખતો હોય છે અને એને પરિણામે એનું જીવન રૂંધાતું હોય છે.
આથી જ ગ્રીસના વિખ્યાત ગણિતશાસ્ત્રી પાયથાગોરસે કહ્યું છે કે ‘ોધનો પ્રારંભ મૂર્ખતાથી થાય છે અને સમાપ્તિ પશ્ચાત્તાપથી.' પરંતુ ક્ષેધ જેમ વધુ ને વધુ માણસમાં રહે, તેમ એ એનાં મન અને તન બંનેને માટે હાનિકારક છે. એના મનમાંથી બીજા ભાવો દૂર થઈ જાય છે અને માત્ર ક્રોધ જ ઘૂમ્યા કરે છે. એના ભોજન અને શરીર પર ોધની અસર થાય છે, આથી જ મહર્ષિ ચાણક્ય ોધને યમરાજ કહ્યો છે. પેલા યમરાજ બહાર હોય છે, ક્રેપ એ વ્યક્તિની ભીતરમાં વસતા યમરાજ છે.
કયો માનવી સાચો સારથિ છે ? કઈ વ્યક્તિ પોતે પોતાના જીવનનો રથ ચલાવે છે ? ભગવાન બુદ્ધે આ વિશે સુંદર ઉદાહરણ આપ્યું છે. એક સારથિ એવો છે કે જે જરૂર પડે તત્કાળ લગામ ખેંચીને રથને ઊભો રાખી શકે છે અને બીજો સારથિ એવો છે કે જેની પાસે લગામ હોય છે, પણ રથને દોડતો અટકાવી શકતો નથી. પ્રથમ પ્રકારનો સારથિ એ સાચો સારથિ છે, જે મનુષ્ય પોતાના મનમાં #ધ જાગે એને એકાએક અટકાવી શકે છે અને જેના મનમાં #ધ જાગ્યો હોય છતાં લગામ ખેંચીને